બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:06 PM, 7 June 2023
ADVERTISEMENT
સંભવિત બિપોરજોય વાવાઝોડા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે,ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે,અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બન્યું છે તેમજ જેની સમુદ્ર વિસ્તારમાં વધુ અસર જોવા મળશે
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે શું કહ્યું ?
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું કે, પહાડી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે તેમજ ઉત્તર ભારતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જમ્મૂ-કશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મેદાની વિસ્તારમાં આકાશ સાફ રહેશે તેમજ રાજસ્થાન છોડીને તમામ જગ્યામાં તાપમાનમાં વૃદ્ધિ થશે.
ADVERTISEMENT
વાવાઝોડાને લઇ રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર
ગુજરાતમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે. ગાંધીનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર અને હવામાન વિભાગ સહિતના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાત પર આ વાવાઝોડાની કોઈ અસર નહીં થાય.
ભયાનક રૂપ લઈ રહ્યું છે બિપોરજોય#gujarat #biporjoycyclone #weatherforcast #vtvcard #vtvgujarati pic.twitter.com/UPzLFz0CQQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2023
વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતું ગુજરાતમાં અસર વર્તાશેઃ અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.
પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન 'બિપોરજોય' ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર, હવે ઉત્તર તરફ આગળ વધવાથી લઇને આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન ખૂબ જ તીવ્ર બને તેવી શક્યતા: ભારતીય હવામાન વિભાગ#gujarat #biporjoycyclone #vtvgujarati pic.twitter.com/sQXEmmbd6i
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2023
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.