બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / indian government issued alerts for mobile users including android 13

એલર્ટ / એન્ડ્રોઇડ યૂઝર્સ સાવધાન! તમારો પર્સનલ ડેટા થઇ શકે છે હેક, જાણો બચવા શો ઉપાય અપનાવવો

Manisha Jogi

Last Updated: 04:58 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનમાં બેન્કિંગથી લઈને અન્ય સંવેદનશીલ જાણકારી પણ હોય છે. હેકર્સ વલ્નરબિલિટીનો ઉપયોગ કરીને યૂઝર્સના ફોનમાં જોખમી એપ્સ ઈન્સ્ટેલ કરે છે અને બેન્ક પાસવર્ડ તથા અન્ય ડિટેઈલ્સની ચોરી કરે છે.

  • સ્માર્ટફોનમાં બેન્કિંગ સહિત અન્ય સંવેદનશીલ જાણકારી હોય છે
  • હેકર્સ પાસવર્ડ તથા અન્ય ડિટેઈલ્સની ચોરી કરે છે
  • જાણો હેકિંગથી બચવાના ઉપાય

સ્માર્ટફોનમાં બેન્કિંગથી લઈને અન્ય સંવેદનશીલ જાણકારી પણ હોય છે, જેના કારણે ફોન હેક થઈ જાય તો ખૂબ જ નુકસાન થઈ શકે છે. હેકર્સ વલ્નરબિલિટીનો ઉપયોગ કરીને યૂઝર્સના ફોનમાં જોખમી એપ્સ ઈન્સ્ટેલ કરે છે અને બેન્ક પાસવર્ડ તથા અન્ય ડિટેઈલ્સની ચોરી કરે છે. 

સરકારી એજન્સી કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ મોબાઈલ યૂઝર્સ માટે એક વોર્નિંગ જાહેર કરી છે. જેમાં OS પર કામ કરતા લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. હેકર્સ તે બાબતનો ફાયદો ઉઠાવીને યૂઝર્સને કંગાળ કરી શકે છે. 

એન્ડ્રોઈડ ફોન યૂઝર્સ પર જોખમ
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક એરર હોવાનું કહેવામાં આવ્યું છે, જેનો હેકર્સ ફાયદો ઉઠાવી શકે ચે. આ એક પ્રકારનું સિક્યોરિટી લૂપ હોલ છે, જેનાથી હેકર્સ ફોન સુધી પહોંચી શકે છે. જેમાં Android 13 પણ શામેલ છે. 

જરૂરી ડેટા ચોરી થઈ શકે છે
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર આ એરરને કારણે હેકર્સને ડિવાઈસનું એક્સેસ મળી શકે છે અને ડેટા ચોરી થઈ શકે છે. ઉપરાંત ફોન ઓપરેટ કરવામાં અનેક મુશ્કેલી થઈ શકે છે. 

CERT-In
CERT-In એ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં કામ કરતી એજન્સી છે. જે ભારતીય સાઈબર સ્પેસને સુરક્ષિત બનાવે છે. સાઈબર સિક્યોરિટી સાથે સંબંધિત કેસ ઓળખે છે. જેમાં હેકિંગ અને ફિશિંગના કેસ પણ શામેલ છે. 

એન્ડ્રોઈડ વર્ઝન પર જોખમ
CERT-In અનુસાર Android વર્ઝન 10, 11, 12, 12L, 13માં અનેક એરર સ્પોટ થઈ છે. ફ્રેમવર્ક, એન્ડ્રોઈડ રન ટાઈમ, સિસ્ટમ કંપોનેંટ, ગૂગલ પ્લે સિસ્ટમના કારણે આ એરર સામે આવે છે. હેકર્સ આ એરરનો ફાયદો ઉઠાવી શકે છે. 

શું જોખમ હોઈ શકે છે?
આ વલ્નરબિલિટીના કારણે હેકર્સ મોબાઈલનું એક્સેસ લઈ શકે છે. ત્યારપથી તમારો ફોન હેકર્સ માટે કામ કરશે. આ વલ્નરબિલિટીના કારણે મોબાઈલમાંતી પાસવર્ડ, ડેટા, ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ પણ લીક થઈ શકે છે. જેમાં યૂઝર્સની બેન્ક ડિટેઈલ્સથી લઈને OTP પણ એક્સેસ થઈ શકે છે. 

CERT-Inએ હાઈલાઈટ કરેલ નામ
CERT-Inએ કેટલીક વલ્નરબિલિટીના નામ હાઈલાઈટ કર્યા છે, જેમાં CVE-2020-29374, CVE-2022-34830,  CVE-2022-40510, CVE-2023-20780, CVE-2023-20965 CVE-2023-21132 શામેલ છે. 

સેફ રહેવા માટે ફોલો કરો આ ટિપ્સ
એન્ડ્રોઈડ મોબાઈલને સેફ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો. યૂઝર્સ Android Security Bulletin-Augustની ડિટેઈલ્સ ચેક કરી શકે છે. જે માટે યૂઝર્સે ફોન અપડેટ કરી લેવો. 

એન્ડ્રોઈડ ફોનને આ રીતે અપડેટ કરો

  • એન્ડ્રોઈડ ફોન અપડેટ કરવા માટે સૌથી પહેલા મોબાઈલના સેટિંગ્સમાં જાવ. 
  • હવે સિસ્ટમ પર ક્લિક કરો અને ત્યાર પછી સિસ્ટમ અપડેટ પર ક્લિક કરો. 
  • જો અપડેટ દેખાય તો તાત્કાલિક ઈન્સ્ટોલ કરો. 
  • કોઈપણ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા પહેલા ચેક કરો કે, તે ટ્રસ્ટેડ સોર્સ તરફથી જ ઈન્સ્ટોલ કરવામાં આવે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ