બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / વિશ્વ / Indian democracy tarnishes as India loses 10 positions in democracy index know why

VTV વિશેષ / એક રિપોર્ટ મુજબ ભારતીયોની 'આઝાદી'માં ધરખમ ઘટાડો, જાણો શું છે કારણ

Shalin

Last Updated: 10:25 PM, 23 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં બહાર પડેલા ડેમોક્રસી ઇન્ડેક્સ ( લોકશાહી ક્રમાંક) માં ભારતે 10 આંકની પીછેહઠ કરીને વિશ્વમાં 51મું સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આ આંકડો ચોંકાવનારો અને મનોમંથન માંગી લે તેવો છે.

  • ભારતનો ક્રમ 165માંથી 45મો
  • પ્રથમ સ્થાને નોર્વે, છેલ્લા સ્થાને ઉત્તર કોરિયા 
  • કલમ 370, 35 A, CAA, NRC ભારતની અધોગતિ માટે કારણભૂત: સર્વે

આ સર્વેમાં લોકશાહી સામે કેટલું દમન થયું છે અને દેશમાં નાગરિકોના અધિકારોને કેવી રીતે સાચવવામાં આવે છે તે પ્રમાણે તારણ આપવામાં આવ્યા હતા.

ભારતનો સ્કોર 0-10માંથી 7.23માંથી ઘટીને 6.9 ઉપર પહોંચી ગયો હતો. એક જ વર્ષમાં થયેલો આ ઘટાડો ચોંકાવનારો છે કેમ કે છેલ્લે 2006માં ભારતો આટલો ખરાબ સ્કોર હતો. વિશ્વની સરેરાશ પણ 5.48માંથી ઘટીને 5.44 થઇ ગઈ હતી. આ ઘટાડો લેટિન અમેરિકા, સબ સહારા આફ્રિકા, મિડલ ઇસ્ટ, ઉત્તર આફ્રિકામાં થઇ રહેલા લોકશાહીના દમનના કારણે થયો છે. આ સર્વેમાં 165 સ્વતંત્ર ગણરાજ્યો અને બે ટેરેટરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Source : eiu.com

આ સર્વે ઈકોનોમિસ્ટ ગ્રુપ વડે લેવામાં આવ્યો હતો જે ધ ઈકોનોમિસ્ટ ન્યુઝ પેપર સાથે કામ કરતી કંપની છે. 

ક્યાં ક્ષેત્રમાં કેટલો સ્કોર 

ભારતને ચૂંટણી પ્રક્રિયામાં 8.67, સરકારી કામગીરીમાં 6.79, પોલિટિકલ પાર્ટીસિપેશનમાં 6.67, પોલિટિકલ ક્લચરમાં 5.63 અને નાગરિકના મૂળભૂત અધિકારોમાં 6.76 પોઇન્ટ મળ્યા હતા.

એશિયા અને ઓસ્ટ્રેલિયા ક્ષેત્રમાં ભારતનો 8મો ક્રમ આવ્યો હતો. મલેશિયા જેવા દેશો પણ ભારત કરતા આગળ રહ્યા હતા! 

શું છે ભારતની પડતી પાછળનું કારણ?

આ રિપોર્ટમાં કલમ 370નો ઉલ્લેખ છે અને 35Aનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટના મતે કાશ્મીરમાં ખડકી દેવાયેલા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ, ઈન્ટરનેટ પ્રતિબંધને ભારતના પક્ષમાં રહેનારા સ્થાનિક નેતાઓને હાઉસ એરેસ્ટમાં રાખવાના કારણે ભારતની લોકશાહી ખરડાઈ છે. 

Image result for kashmir curfew
કાશ્મીરમાં સતત લદાઈ જતા કર્ફ્યુંને કારણભૂત ગણવામાં આવ્યો છે (Source : Wikimedia)

આસામના NRCને પણ કારણભૂત ગણાવતા જણાવાયું છે કે એકસાથે 19 લાખ લોકોની નાગરિકતા રદ કરી દેવાઈ છે જે એક ધર્મને જ ટાર્ગેટ કરતી હોય તેમ જણાય છે. 

ભાજપના મતે આ તમામ લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર આવેલા ઘૂસણખોરો છે જયારે બાંગ્લાદેશે આ આક્ષેપ નકારી દીધો છે. 

CAAનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે નવી નાગરિકતા કાયદાના કારણે ધાર્મિક તણાવ વધ્યો છે અને મોટા શહેરોમાં તોફાનો થયા છે. 

USA પણ ભારતની જ કેટેગરીમાં!

ભારતને ભૂલભરેલી ડેમોક્રસીમાં મુકવામાં આવ્યું છે જ્યાં ન્યાયિક ચૂંટણી યોજાય તો છે પણ સરકારની કામગીરી અને રાજકીય માહોલ સારા નથી. વિશ્વમાં ફક્ત 22 દેશોને સંપૂર્ણ લોકશાહીનું બિરુદ મળ્યું છે જેમાં અમેરિકાનો સમાવેશ થતો નથી. અમેરિકાને પણ ભારતની જેમ ભૂલભરેલી ડેમોક્રસીમાં મુકવામાં આવ્યું છે જેનું સ્થાન 25માં ક્રમે છે. 

દુનિયામાં ફક્ત 5.7% લોકો સંપૂર્ણ લોકશાહીમાં જીવે છે. જયારે 48.4% પ્રજા કોઈ પ્રકારની લોકશાહીમાં જીવે છે. 

2018થી કુલ 68 દેશોમાં લોકશાહીને નુકશાન પહોંચ્યું હતું જયારે 65 દેશોની લોકશાહીમાં સુધારો થયો હતો. સૌથી મોટો સુધારો મલેશિયામાં નોંધાયો હતો જ્યાં 2014ના સેનાના બળવા પછી પ્રથમ વખત ચૂંટણી થઇ હતી જયારે ચીનમાં Xinjiang પ્રાંતમાં લઘુમતી સામે થતા અત્યાચારોના પગલે તેના આંકડામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

એશિયાને ગણાવાયું રાજકીય ડ્રામાનું કેન્દ્ર

હોંગકોંગમાં ચાલી રહેલી લોકશાહીની લડત વિશ્વના કેન્દ્ર બિંદુ સમાન રહી છે. (Source : Wikimedia)

હોંગકોંગમાં ચાલી રહેલી લોકશાહીની લડત વિશ્વના કેન્દ્ર બિંદુ સમાન રહી છે. એશિયાના ઉત્તર કોરિયાને સૌથી નીચેનું સ્થાન મળ્યું હતું જ્યાં તેનો આંકડો ફક્ત 1.08 રહેવા પામ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ