ભારત-ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલમાં તનાવ દર રોજ વધી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં બન્ને દેશોની વચ્ચે વાતચીતનો દોર ચાલું છે. આ દરમિયાન એલએસી પર ફાયરિંગને લઈને નવા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં જણાવ્યાનુંસાર રશિયામાં 10 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે મુલાકાત પહેલા પેંગોગ ત્સો લેકના ઉત્તર કિનારાની નજીક બન્ને સેનાઓ વચ્ચે ફાયરિંગ થયું હતુ. એક ઓફિસરના જણાવ્યાનુંસાર જે જગ્યાએ ફિંગર -3 અને ફિંગર4નું તળ મળે છે. ત્યાં બન્ને પક્ષે 100-200 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. અંગ્રેજી અખબારે આ અંગે જાણકારી આપી હતી.
બન્ને પક્ષે 100-200 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ
અત્યાર સુધી ચીન અને ભારત તરફથી સત્તાવાર કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું
તાજા ફાયરિંગ ચૂશુલમાં થયેલા ફાયરિંગ કરતા વધારે ભીષણ હતુ
મીડિયા રિપોર્ટ મુજબ મામલાની જાણકારી રાખનાર એક અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના એ સમયે થઈ જ્યારે બન્ને દેશોની સેના ફિંગર વિસ્તારમાં પોતાની તાકાત મજબૂત કરવામાં લાગી હતી. અત્યાર સુધી ચીન અને ભારત તરફથી સત્તાવાર કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું. આ પહેલા ચૂશૂલ સેક્ટરમાં થયેલી ફાયરિંગની ઘટના પર બન્ને દેશોની સેના તૈનાત થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે તાજા ફાયરિંગ ચૂશુલમાં થયેલા ફાયરિંગ કરતા વધારે ભીષણ હતુ.
રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે ભારત અને ચીની સેના વચ્ચે એલએસી પર એક મહીનામાં 3 વાર ફાયરિંગની ઘટના થઈ ચૂકી છે. અત્યાર સુધી ફક્ત ચૂશુલ સેસ્ટરમાં થયેલા ફાયરિંગને લઈને બન્ને દેશો તરફથી સત્તાવાર નિવેદન આવ્યા છે. ઓગસ્ટમાં મુકપરીમાં પણ ફાયરિંગની ઘટના બની હતી. પરંતુ તે વિશે કોઈ નિવેદન આવ્યું નહોતુ. હવે પેંગોંગના ઉત્તર કિનારા પર 100-200 રાઉન્ડ ફાયરિંગ થયું છે. પણ બેમાંથી એક પણ દેશનું નિવેદન આવ્યું નથી.
અધિકારીએ જણાવ્યું કે પેંગોંગ લેકના ઉત્તર કિનારે ફાયરિંગ કેવી રીતે થઈ. સપ્ટેમ્બરની શરુઆતમાં ભારતીય સેના પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે પોતાની પોઝિશન બદલી રહી હતી. ત્યારે 500 મીટરના અંતરે અહીં ચીની સેના છે. આ દરમિયાન બન્ને વચ્ચે ફાયરિંગ થયુ હતુ. પહેલા એક નાની ઘટના થઈ તો જવાનોએ તેને જણાવવું જરુરી ન સમજ્યું પણ એ બાદ ફિંગર 3 અને 4 પર અનેક રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ.