બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Indian and Chinese armies are retreating from sensitive areas

ઘર્ષણનો અંત / સંવેદનશીલ જગ્યાઓથી પાછળ હટી રહી છે ભારત અને ચીનની સેનાઓ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Priyakant

Last Updated: 03:52 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા ચાઇના કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકમાં સંમત થયા મુજબ આ ક્ષેત્રમાં ભારતીય અને ચીની સૈનિકોએ ગોગરા-હોટસ્પ્રિંગ્સ PP-15 થી પરત ફરવાનું શરૂ કર્યું

  • લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સના પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી ચીન સેનાને હટાવશે 
  • સપ્ટેમ્બરથી બંને સેનાઓની પીછેહઠની પ્રક્રિયા શરૂ કરવામાં આવી: વિદેશ મંત્રાલય
  • 12 સપ્ટેમ્બર સુધીમાં બંને સેના આ જગ્યાને ખાલી કરી દેશે: વિદેશ મંત્રાલય

પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં બે વર્ષથી વધુ સમયથી ચીન સાથે ભારતનો તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.  ભારત પછી હવે ચીની સેનાએ પુષ્ટિ કરી છે કે, લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારના પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી સેનાને હટાવવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ગોગરા-હોટ સ્પ્રિંગ્સ ખાતે 8 સપ્ટેમ્બરથી બંને સેનાઓની પીછેહઠની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે,  12 સપ્ટેમ્બર સુધીમાં બંને સેના આ જગ્યાને ખાલી કરી દેશે. બંને પક્ષો વચ્ચે એ વાત પર સહમતિ સધાઈ છે કે, સમગ્ર વિસ્તારમાંથી તબક્કાવાર સૈનિકોને હટાવવામાં આવશે અને તેમને તેમના વિસ્તારમાં પાછા બોલાવવામાં આવશે.

ચીની સેનાએ કહ્યું છે કે, ગોગરા-હોટસ્પ્રિંગ્સ પીપી-15થી બંને દેશોની સેનાઓ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આયોજન અને સંકલિત રીતે કરવામાં આવશે. જુલાઈમાં આયોજિત ચીન-ભારત કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટોના 16મા રાઉન્ડમાં થયેલી સર્વસંમતિ અનુસાર, ચીની અને ભારતીય સૈનિકોએ 8 સપ્ટેમ્બરથી શિયાન ડાબાન વિસ્તારમાંથી સંકલિત અને આયોજનબદ્ધ પીછેહઠ શરૂ કરી છે.

શું કહ્યું ચીનના સંરક્ષણ મંત્રાલયે ? 

શુક્રવારે બેઇજિંગમાં ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ વાત કહેવામાં આવી છે. આમાં સરહદી વિસ્તારોમાં શાંતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. બેઇજિંગમાં તૈનાત ભારતીય અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે, ચીની સૈન્ય પ્રેસ રિલીઝ દ્વારા ઉલ્લેખિત ઝિયાન ડાબાન વિસ્તાર ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 જેવો છે, જેનો ઉલ્લેખ ગુરુવારે જારી કરાયેલી ભારતીય અખબારી યાદીમાં કરવામાં આવ્યો છે. જો કે, સંયુક્ત નિવેદનમાં બંને પક્ષોએ આ વિસ્તારના અલગ અલગ નામ આપ્યા છે.

ભારતના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ શું કહ્યું ? 

ગુરુવારે રાત્રે દિલ્હીમાં ભારતના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, PIB દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 સપ્ટેમ્બર, 2022ના રોજ ઇન્ડિયા ચાઇના કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકમાં સંમત થયા મુજબ આ ક્ષેત્રમાં ભારતીય અને ચીની સૈનિકોએ ગોગરા-હોટસ્પ્રિંગ્સ PP-15 થી પરત ફરવાનું શરૂ કર્યું છે. 

તો શું હવે મોદી-જિનપિંગ વચ્ચે થશે મુલાકાત ?

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક સમિટ ઉઝબેકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સના લગભગ એક અઠવાડિયા પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. એવી અટકળો છે કે, બંને નેતાઓ અહીં મુલાકાત કરી શકે છે.  જોકે આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ