બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Extra / india-most-expensive-market-priyanka-gandhi-to-virat-kohli-shops-here

NULL / આ છે ભારતનું સૌથી મોંઘું માર્કેટ પ્રિયંકા વાડ્રાથી લઇને વિરાટ કોહલી આવે છે શોપિંગ માટે

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિલ્લીમાં આવેલુ ખાન માર્કેટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કમર્શિયલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ ફર્મ કુશમેન એન્ડ વેકફિલ્ડની રિપોર્ટ અનુસાર ખાન માર્કેટ ઈન્ડિયાની સૌથી મોંઘી અને આખા દુનિયાની 24મી સૌથી મોંઘી ખરીદી કરવાની જગ્યા છે.

આ પહેલા 2016ની લિસ્ટમાં ખાન માર્કેટને 28મુ સ્થાન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર અહીં દુકાનનું ભાડુ 1250 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ છે. એશિયા પેસિફિક રિજનની વાત કરીએ તો તે મોંઘી જગ્યાના લિસ્ટમાં 11મા સ્થાને છે. આ ઉપરાંત ગુડગાંવનું DLF ગેલેરિયા 19મા અને મુંબઈનો લિંકિંગ રોડ 20મા સ્થાને છે.

ખાન માર્કેટ વિશે એક રસપ્રદ વાત એ છે કે તેનું નામ સ્વતંત્રતા સેનાની અને પ્રશ્ચિમી પાકિસ્તાનના પહેલા મુખ્યમંત્રી ખાન અબ્દૂલ જાબ્બાર ખાનના નામ પરથી રાખવામાં આવ્યુ છે. કહેવાય છે કે તેની સ્થાપના પાકિસ્તાનમાં આવેલા રિફ્યુજીના માર્કેટ તરીકે કરવામાં આવી હતી.

U શેપમાં બનેલા આ માર્કેટમાં 154 દુકાનો અને 74 ફ્લેટ્સ છે. દુનિયાની લગભગ બધી જ મોટી બ્રાન્ડ્સ તમને અહીં મળી જશે. એવુ કહેવાય છે કે જો કોઈ વિદેશી કંપની પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે તો તે સૌથી પહેલા ખાન માર્કેટમાં આવે છે.

ખાન માર્કેટની વધુ એક ખાસ વાત એ છે કે અહીંયા કેટલીય એવી દુકાનો છે જે 50 વર્ષોથી પણ જૂની છે. આ દુકાનોમાં એક પુસ્તકોની દુકાન છે જે ઇંગ્લિશ બૂક્સ માટે જાણીતી છે.

સામાન્ય માણસ હોય કે પછી સેલેબ્સ આ ખાન માર્કેટમાં ઘણી વખત શોપિંગ કરવા માટે આવે છે. સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી વિરાટ કોહલી હરભજન સિંહ શાહરૂખ ખાન અક્ષય કુમાર સહિત અનેક નેતાઓ અને સ્ટાર્સ અહીં શોપિંગ કરવા આવી ચૂક્યા છે.

કહેવાય છે કે વિરાટ કોહલી જ્યારે પણ દિલ્લીમાં હોય ત્યારે તે આ ખાન માર્કેટની ચોક્કર મુલાકાત લે છે. અહીંયાના ટાઉન હૉલ રેસ્ટોરાંની ફોટોઝ તેણે પોતાના સોશ્યલ મીડિયા પર ઘણી વખત શૅર કરી છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ