બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / india china name of martyrs on ladakh scuffle

વિવાદ / જો ખુન ગિરા પર્વત પર વો ખૂન થા હિન્દુસ્તાની...જાણો ગલવાનમાં શહીદ થયેલ રણબંકાઓના નામ

Kavan

Last Updated: 05:09 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે કેટલાક દાયકાઓ બાદ બોર્ડર પર તણાવ જોવા મળ્યો છે. ગઇકાલે લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. જેમાં ભારતીય સેનાના એક કમાન્ડર ઓફિસર પણ સામેલ છે. સેના દ્વારા મંગળવારે સાંજે આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે ત્યારે આજરોજ આ તમામ શહીદોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

  • ભારત-ચીન વચ્ચે હિંસક ઘર્ષણ
  • ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ
  • LAC પર શહીદ જવાનના નામ જાહેર

દેશમાં આ જવાનોની શહાદતને લઇને ગુસ્સો છે અને તમામ લોકો ચીનથી બદલો લેવાની વાત કરી રહ્યા છે. આ જવાનોના પરિવારોએ કહ્યું છે કે, અમને ગર્વ છે કે, અમારા પરિવારના એક સભ્યએ દેશ માટે બલિદાન આપ્યું. 

શહીદ થયેલ 20 જવાનોની યાદી 

આપે જણાવી દઇએ કે, શહીદોના લિસ્ટમાં દેશના અલગ-અલગ હિસ્સાના જવાનો સામેલ છે. કેટલાક હૈદરાબાદથી તો કેટલાક પંજાબથી, આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના પણ કેટલાક જવાન સામેલ છે. જેની યાદી નીચે પ્રમાણે છે. 

  1. કર્નલ બી.સંતોષ બાબૂ
  2. સિપાહી અમન કુમાર
  3. નાયક દીપક કુમાર
  4. સિપાહી ચંદન કુમાર
  5. સિપાહી ગણેશ કુંજામ
  6. સિપાહી ગણેશ રામ
  7. સિપાહી કે.કે.ઓઝા
  8. સિપાહી રાજેશ ઓરાંવ
  9. સિપાહી ચંદ્રકાંત પ્રધાન
  10. નાયબ સૂબેદાર નંદૂરામ
  11. હવાલદાર સુનીલ કુમાર
  12. સિપાહી કુંદન કુમાર
  13. સિપાહી ગુરતેજ સિંહ
  14. સિપાહી અંકુશ
  15. સિપાહી ગુરવિંદર સિંહ
  16. નાયબ સૂબેદાર સતનામ સિંહ
  17. નાયબ સૂબેદાર મનદીપ સિંહ
  18. સિપાહી જયકિશોરસિંહ
  19. હવાલદાર બિપુલ રોય
  20. હવાલદાર કે.પાલાની 

PM મોદીએ જવાનોની શહાદતને કરી યાદ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી હતી. તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇને ઉકસાવતા નથી પરંતુ એકવાત સ્પષ્ટ છે કે, અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ.

અમારા જવાન મારતા-મારતા મર્યા છે 

આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઇશારો કરતા પણ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે, ભારત શાંતિ ઇચ્છે છે. ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ જવાબ દેવાનું પણ જાણે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા જવાન મારતા-મારતા મરે છે. ભારતને ઉકસાવવાથી યથોચિત જવાબ આપવા માટે સક્ષમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ