બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમદાવાદના સમાચાર / Cricket / ind vs sa reasons behind ajinkya rahane cheteshwar pujaras axe from indian test team
Hiralal
Last Updated: 11:30 PM, 30 November 2023
ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રણેય ફોર્મેટમાં બીસીસીઆઇએ ત્રણ કેપ્ટનની પસંદગી કરી છે. જે પછી ટેસ્ટમાં રોહિત શર્મા, વન ડેમાં કેએલ રાહુલ અને ટી-20માં સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કમાન મળી છે.
ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ન લેવાયા ટેસ્ટ ટીમમાં
સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ભારતની ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારા અને અજિંક્યા રહાણેને બાકાત રાખવામાં આવ્યા છે. જે પછી આ બંને ખેલાડીઓની ક્રિકેટ કારકિર્દી પણ દાવ પર લાગી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક સિરીઝમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય આ બંને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓનું તાજેતરનું પ્રદર્શન કંઇ ખાસ નથી. જેના કારણે તેને ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. રહાણેએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીમાં રહાણેનું પ્રદર્શન ખાસ રહ્યું નહતુ. ચેતેશ્વર પૂજારાએ પણ આ વર્ષે જૂનમાં પોતાની અંતિમ ટેસ્ટ રમી હતી.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા ટૂર માટે ભારતીય ટીમની જાહેરાત
સાઉથ આફ્રિકા ટૂર માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતને સાઉથ આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. સૂર્યકુમાર યાદવને ટી-20ની કમાન સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વન-ડે શ્રેણી માટે જવાબદારી સંભાળશે. રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે.
ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન (વિ.કી.), કે.એલ.રાહુલ (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ અક્ષર પટેલ (વિ.કી.). સિરાજ, મુકેશ કુમાર, મો. શમી*, જસપ્રિત બુમરાહ (વીસી), પ્રખ્યાત કૃષ્ણા.
ભારતની વન-ડે ટીમ
સાયરસ રહાણે, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (સી), સંજુ સેમસન (વિ.કી.), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.
ભારતની ટી-20 ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વીસી), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.
ભારતનો સાઉથ આફ્રિકા કાર્યક્રમ
10 ડિસેમ્બર, પહેલી ટી 20, ડરબન
12 ડિેસમ્બર, બીજી ટી 20, પોર્ટ એલિઝાબેથ
14 ડિસેમ્બર, ત્રીજી ટી 20, જોહાનિસબર્ગ
17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ
19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ
21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ
26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ
3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.