બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA Even after 31 years, Team India was disappointed, despite the history created in Cape Town, this dream remained unfulfilled.
Last Updated: 08:19 AM, 6 January 2024
ADVERTISEMENT
પહેલી ટેસ્ટ મેચમાં નબળા પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ કેપટાઉનમાં રમાઈ હતી. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવી સીરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી.
Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024
ADVERTISEMENT
આ બીજી મેચ ઘણી રીતે ઐતિહાસિક હતી પરંતુ એમ છતાં ટીમ ઈન્ડિયાના હાથે નિરાશ લાગી છે. કારણ કે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં આજ સુધી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી, આ વખતે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો. હવે આ ટ્રેન્ડને તોડવા માટે ટીમ ઈન્ડિયાએ આવતી મેચ સુધી રાહ જોવી પડશે.
નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023 પછી સીધા આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ટીમ ઈન્ડિયાને આશા હતી કે આ વખતે તે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતશે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માત્ર ત્રણ દિવસમાં જ ઈનિંગ અને 32 રનથી શરમજનક રીતે હારી ગઈ હતી, જો કે બીજી ટેસ્ટ મેચને બે જ દિવસમાં પૂરી કરીને 7 વિકેટથી જીતીને ઇતિહાસ સર્જ્યો હતો પરંતુ સીરિઝ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે.
1⃣-1⃣
— BCCI (@BCCI) January 4, 2024
A well-fought Test Series between the two teams comes to an end 👏👏#TeamIndia | #SAvIND pic.twitter.com/pTsYsYoKGt
ટીમ ઈન્ડિયા માટે કેપટાઉનમાં બીજી મેચ જીત ઘણી રીતે ઐતિહાસિક હતી. ટીમ ઈન્ડિયા 1992થી સાઉથ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ સીરિઝ રમી છે. જેમાં 7 સીરિઝમાં હારી તો 1 સીરિઝ ડ્રો થઈ હતી. ટૂંકમાં 31 વર્ષના સમયગાળામાં ટીમ ઈન્ડિયા આ ધરતી પર આજ સુધી એક પણ ટેસ્ટ સીરિઝ સીરિઝ નથી જીતી પણ આ વખતે રોહિતની સેના પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક હતી પરંતુ તે શક્ય થયું નહીં.
જો કે આ 31 વર્ષ આ દરમિયાન ભારતના 7 અલગ-અલગ કેપ્ટને આફ્રિકાની મુલાકાત લીધી હતી અને ટેસ્ટ સીરિઝમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકાનો સામનો કરનાર રોહિત 8મો કેપ્ટન રહ્યો. ભલે ભારતે સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી ન હોય પરંતુ કેપ્ટન ધોનીએ એક સમયે આ ટીમને મોટો પડકાર આપ્યો હતો.
2010માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ સમયે ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા અને આ એ વર્ષ હતું જ્યારે આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. 18 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાથી હાર્યા વગર પરત ફરી અને આ કારનામું ધોનીની કેપ્ટનશીપમાં થયું. 2 ટેસ્ટ મેચની સીરીઝ પ્રથમ વખત 1-1થી ડ્રો થઈ હતી.
મોહમ્મદ અઝહરુદ્દીન (1992), સચિન તેંડુલકર (1996) અને સૌરવ ગાંગુલી (2001)ની કપ્તાની હેઠળ ભારત સાઉથ આફ્રિકામાં ફેલ ગયું. રાહુલ દ્રવિડ (2006-07), ધોની (2010-11 અને 2013-14) અને વિરાટ કોહલી (2018-19 અને 2021-22) ટેસ્ટ મેચ જીત્યા પરંતુ કોઈપણ સીરિઝ જીતી શક્યા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.