બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Biggest decision to be taken on Rohit and Virat's T20 career! Know how the Indian squad before the World Cup
Last Updated: 11:30 AM, 5 January 2024
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ કેપટાઉનમાં રમાઈ હતી. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવી સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ પછી હવે ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ રમાશે.
Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024
ADVERTISEMENT
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચોની સીરીઝ રમાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. આ પછી બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ગ્વાલિયરમાં રમાશે. તે જ સમયે, આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાવવાની છે.
ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન ટી20 સીરીઝ પહેલા દરેકના મનમાં સવાલ છે કે ટીમની કમાન કોણ સંભાળશે? અહેવાલોથી મળેલી માહિતી અનુસાર, હાર્દિક પંડ્યા ઝડપથી ફિટ થઈ રહ્યો છે અને તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યા વાપસી કરે છે તો તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. પરંતુ, જો હાર્દિક પંડ્યા ફિટ નથી, તો સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે.
AFG 🇦🇫 vs IND 🇮🇳
— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) December 28, 2023
Live on #JioCenima 📽️
Starts from 11 January 2024.
A series full of excitements🕺💃.
Are you excited?#AfghanAtalan 🔥🔥 #TeamIndia .#Cricket. pic.twitter.com/FkZujF6eWC
હવે દરેક ચાહકોની નજર અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ માટે ભારતની ટીમ પર છે, કારણ કે આનાથી ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માનું ભવિષ્ય નક્કી થશે. રોહિત અને વિરાટ રેડ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે કે નહીં તે અફઘાનિસ્તાન સામેની ટીમમાંથી જાણી શકાશે. જો વિરાટ અને રોહિતને આ ટીમમાં સામેલ કરવામાં નહીં આવે તો એ વાત લગભગ નિશ્ચિત છે કે બંને ખેલાડીઓ જૂન મહિનામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં પણ ભારત તરફથી રમતા જોવા નહીં મળે.
ભારતીય ટીમની સંભવિત ટીમઃ
શુભમન ગિલ, ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, રિંકુ સિંહ, રવિ બિશ્નોઇ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.