બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs pak asia cup 2023 super four live

એશિયા કપ / BIG NEWS : વરસાદને કારણે ભારત-પાકની મેચ કેન્સલ, આવતીકાલે રિઝર્વ ડેમાં રમાશે, જાણો કેટલા ઓવરની

Hiralal

Last Updated: 09:11 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો.

  • ભારે વરસાદને કારણે કેન્સલ થઈ ભારત-પાકની મેચ
  • આવતીકાલે રિઝર્વ ડેમાં રમાશે
  • 24.1 ઓવરથી આગળ વધશે મેચ
  • ભારતીય ટીમે 2 વિકેટમાં કર્યાં છે 147 રન 
  • કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ

કોલંબોમાં ભારે વરસાદને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ કેન્સલ કરી દેવામાં આવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી વરસાદ પડતાં આખરે મેચ રદ કરીને આવતીકાલે રિઝર્વ ડેમાં મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો. 

50-50 ઓવરની મેચ રમાશે

આવતીકાલે એટલે 11 સપ્ટેમ્બરે ભારતની ઈનિંગ જ્યાંથી અટકી હતી ત્યાંથી મેચ શરુ થશે. 

કોલંબોમાં ભારે વરસાદને કારણે મેચ અટકાણી

શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે. વરસાદ પડતાં સુધી ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતનો સ્કોર 147/2 છે. 

શુભમન ગિલ પણ આઉટ 
ભારતીય ટીમને બીજો આંચકો લાગ્યો છે. શુભમન ગિલ શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો છે. ગિલને શાહીન આફ્રિદીએ આગા સલમાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. હવે કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં બે વિકેટે 124 રન છે. 

56 રન બનાવીને રોહિત આઉટ 

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. શાદાબ ખાને  ફહીમ અશરફના હાથે રોહિતને કેચઆઉટ કરાવી દીધો હતો. રોહિત 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો જેમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ભારતનો સ્કોર 17 ઓવરમાં એક વિકેટે 122 રન છે. ગિલ 58 રન અને વિરાટ કોહલી 1 રન સાથે રમી રહ્યા છે.

રોહિતની પણ અડધી સદી 
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. રોહિતે 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર 14.2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 113 રન છે.

ગિલની અડધી સદી
શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને પોતાની અડધી સદી પૂરી કરી છે. ગિલે માત્ર 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. ગિલે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા છે. 12.5 ઓવરમાં ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 92 રન છે. રોહિત 40 રન પર રમી રહ્યો

ભારતના 3 ઓવરમાં 23 રન

ભારતે પહેલા બેટિંગ કરીને પાકિસ્તાની બોલર્સને બરાબરના ધોયા હતા. ટીમ ઈન્ડીયાએ પહેલી 3 ઓવરમાં 23 રન બનાવ્યાં હતા. હાલમાં ક્રિઝ પર રોહિત શર્મા અને શુભમન ગિલ રમી રહ્યાં છે. 

એલ રાહુલ અને જસપ્રીત બુમરાહની વાપસી
ભારત માટે એક ગૂડ ન્યૂઝ પણ છે. ટીમમાં કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ પાછા ફર્યા છે. શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી. શ્રેયસ અનફિટ થઈ ગયો છે મોહમ્મદ શમીને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ.

પાકિસ્તાની ટીમમાં એક જ ફેરફાર 
પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાની પ્લેઈંગ-11માં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી મેચમાં મોહમ્મદ નવાઝને બદલે ફહીમ અશરફને સ્થાન મળ્યું છે. ફહીમ ફાસ્ટ બોલર છે અને તેને ટીમમાં લેવાથી બાબર આઝમનું એક છૂપું રહસ્ય બહાર આવ્યું છે.  હકીકતમાં બાબર આઝમ 4 ફાસ્ટ બોલર સાથે ભારત સામે મેદાનમાં ઉતરવા માગે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ