બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / In the year 2023, Virat Kohli has scored more than a century in international cricket

વેલકમ 2024 / વર્ષ 2023ના ટોપ બેટર અને બોલર કોણ? કોને માર્યા સૌથી વધુ શતક, વિકેટનો બાદશાહ કોણ?, ટોપ 5માં આ ભારતીય ખેલાડીઓ

Mahadev Dave

Last Updated: 07:18 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સથી વધુ સદી વિરાટ કોહલીએ ફટકારી છે. કિંગ વિરાટ કોહલીએ આ વર્ષે કુલ 8 સદી ફટકારી છે. કોહલીએ 35 મેમાં 2048 રન બનાવતા આ સદી પોતાના નામે કરી છે.

  • વર્ષ ૨૦૨૩ના બેસ્ટ બોલર અને બેટરની યાદી જાહેર
  • વર્ષ 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીએ ફટકારી છે
  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 બોલરએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 60થી વધુ વિકેટ મેળવી

આ વર્ષે 2 ભારતીય બેટ્સમેન વચ્ચે ઈન્ટરનેશન ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાની સ્પર્ધા રહી હતી. જ્યારે આ વર્ષે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 બોલરએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 60થી વધુ વિકેટ મેળવી હતી. જેમાં 3 ખેલાડીઓ તો ભારતીય ખેલાડીઓ હતાં. ત્યારે આવો જાણીએ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર કોણ છે અને વધુ વિકેટ મેળવનાર ખેલાડીઓ કોણ છે?

ભારત પાસે દુનિયાનો સૌથી ફીટ ક્રિકેટર: યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલીને પણ હરાવી  દીધો, જાણો કોણ છે આ ખેલાડી | India has the world's fittest cricketer: Virat  Kohli was also ...

વર્ષ 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીએ ફટકારી છે. કિંગ વિરાટ કોહલીએ આ વર્ષે કુલ 8 સદી ફટકારી છે. કોહલીએ 35 મેમાં 2048 રન બનાવતા આ સદી પોતાના નામે કરી છે. જ્યારે બીજા સ્થાન પર શુભમન ગિલ છે. આ યુવા ભારતીય બોલરએ આ વર્ષે 48 ઈન્ટરનેશનલ મેચ રમીને 7 સદીઓ ફટકારી છે. શુભમન આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બોલર પણ રહ્યો છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ પણ કંઈ પાછળ નથી. તેને આ વર્ષે 50 ઈન્ટરનેશનલ મેચ રમતા કુલ 6 સદી ફટકારી છે. આ દરમિયાન મિચેલએ 1988 રન બનાવ્યા હતા.

નજમુલ હુસૈન શાંતોએ 5-5 ઈન્ટરનેશનલ સદીઓ ફટકારી

આ લિસ્ટમાં ચોથા નંબર પર ત્રણ ખેલાડી છે. દક્ષિણ આફ્રિકાના ક્કિંટન ડિકોક, ન્યુઝીલેન્ડના ડેવોન કોનવે અને બાંગ્લાદેશના નજમુલ હુસૈન શાંતોએ વર્ષ 2023માં 5-5 ઈન્ટરનેશનલ સદીઓ ફટકારી છે. વર્ષ 2023માં ચાર સદીઓ જોડવાની લિસ્ટ ખુબ જ લાંબી છે. રોહિત શર્મા, ટેંબા બાવુમા, ફખર જમા, ડેવિડ મલાન અને એડન મારક્રમ જેવા ધાકડ બોલરોએ આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4-4 સદી ફટકારી છે.

 કુલદીપે 18.85ની એવરેજ સાથે શાનદાર બોલિંગ કરી

વર્ષ 2023માં સૌથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી લેનાર બોલર રવિન્દ્ર જાડેજા રહ્યો છે. જાડેજાએ આ વર્ષે 35 મેચોમાં કુલ 66 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ એવરેજ 23.74 રહી. જ્યારે બીજા નંબર પર કુલદીપ યાદવ છે. ચાઈનામેનએ આ વર્ષે 39 ઈન્ટરનેશનલ મેચોમાંથી 63 વિકેટ ઝડપી હતી. કુલદીપે આ દરમિયાન 18.85ની એવરેજ સાથે શાનદાર બોલિંગ કરી હતી.

વર્ષ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમો બોલર મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ત્રીજા સ્થાન પર રહ્યો હતો. તેને આ વર્ષે માત્ર 23 ઈન્ટરનેશનલ મેચમાં 63 વિકેટ ઝડપી હતી.. સ્ટાર્કની બોલિંગની એવરેજ 29.77 હતી. આ યાદીમાં પાકિસ્તાનના શાહીન આફ્રિદીનો પણ સમાવેશ થાય છે. શાહીને આ વર્ષે 30 મેચમાં 27.80ની બોલિંગ એવરેજથી 62 વિકેટ લીધી હતી. વર્ષ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમો બોલર મોહમ્મદ સિરાજ છે. આ ભારતીય ફાસ્ટ બોલરે આ વર્ષે 34 મેચમાં 23.78ની બોલિંગ એવરેજ સાથે 60 વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

CENTURY Virat Kohli international cricket. ક્રિકેટ બેટર બેસ્ટ બોલર Top Batters In 2023
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ