બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 11:50 AM, 22 February 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ માર્ચનો મહિનો ગ્રહોને લઈને ખૂબ જ શુભ રહેશે. આ મહિનામાં કેટલાક ગ્રહો તેમની રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. ગ્રહોના યોગને કારણે યુતિ બને છે. ગ્રહોની યુતિને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. માર્ચ મહિનામાં બુધ, શુક્ર, મંગળ અને સૂર્ય તેની રાશિ પરિવર્તન કરવાના છે. આ બધાના ગ્રહ પરિવર્તનને કારણે દરેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
આ ગ્રહોનું રાશિ પરિવર્તન વૃષભ રાશિ માટે સારું રહેશે. આ રાશિના જાતકોની કારકિર્દીમાં પરિવર્તન જોવા મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ થવાની સંભાવનાઓ છે. નોકરી કરતાં લોકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.
ADVERTISEMENT
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહોનું પરિવર્તન શુભ રહેશે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે આ ગ્રહોનું ગોચર ફાયદાકારક સાબિત થશે. માર્ચ મહિનામાં કોઈ મોટા નેતા સાથે મુલાકાત થઈ શકે છે. કારકિર્દીમાં પરિવર્તન જોવા મળી શકે છે.
વાંચવા જેવું: ગુજરાતનું સંકટમોચન સ્થળ, જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ
કર્ક રાશિ
ગ્રહોનું ગોચર કર્ક રાશિ માટે ખૂબ સારું માનવામાં આવી રહ્યું છે. વ્યવસાય કરતાં લોકો માટે આ સમય શુભ છે. તમારા કાર્યક્ષેત્રમાં વિસ્તાર થવાની સંભાવનાઓ છે. ધનલાભ થઈ શકે છે. વ્યવસાયને લઈને વિદેશ યાત્રા પર જવાની સંભાવનાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.