બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / In the first T20 match, India defeated Australia by a 2 wicket, Ishan Kishan and Suryakumar Yadav scored runs.

IND Vs AUS / ઘાયલ સિંહોની ગર્જના: પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2 વિકેટે વિજય, કેપ્ટન સૂર્યા ચમક્યો

Pravin Joshi

Last Updated: 10:50 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે.

  • પ્રથમ T-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું
  • ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી ફટકારી
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ભારતે કાંગારું ટીમને 2 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. સુર્યકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરતા 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા. જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 39 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 2 ફોર અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 21 રનનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડને આજે ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તિલક વર્મા 12 રને આઉટ થયો હતો.  રિંકુ સિંહે 14 બોલમાં 22 રન ફટકારી રોમાંચક મેચમાં ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલ 2 રન, રવિ બિશ્નોઈ 0 રન, અર્પિત સિંહ 0 રને રન આઉટ થયો હતો. 

 

ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો 

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા જોશ ઈંગ્લિસે માત્ર 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંનેએ 50થી વધુ રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે છેલ્લી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ અને તનવીર સંઘા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ