બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / In the Asia Cup final, Mohammad Siraj made Sri Lanka's situation difficult by bowling brilliantly

Asia Cup Final / સિરાજ સામે લંકા ઘૂટણિયે.! કુલ 6 સાથે 1 ઓવરમાં 4 વિકેટ ખેરવી, બદલ્યો 91 વર્ષનો ઈતિહાસ, જુઓ ખતરનાક બોલિંગનો વીડિયો

Pravin Joshi

Last Updated: 04:59 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ ફાઇનલમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાની સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. શ્રીલંકાની અડધી ટીમ માત્ર પ્રથમ ચાર ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી અને ફાઈનલમાં સંપૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગઈ હતી.

  • એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાની હાલત ખરાબ કરી દીધી 
  • મોહમ્મદ સિરાજ સામે શ્રીલંકન બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે પરાસ્ત
  • મોહમ્મદ સિરાજે માત્ર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી

એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની હાલત ખરાબ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા ભલે ટોસ હારી ગયો હોય, પરંતુ બોલિંગ કરવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એવું શાનદાર પ્રદર્શન કર્યું કે તેની ખતરનાક બોલિંગથી શ્રીલંકન બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે પરાસ્ત થઈ ગયો અને અડધી ટીમ માત્ર 12 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. આશ્ચર્યજનક વાત એ હતી કે મોહમ્મદ સિરાજે માત્ર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતે પ્રથમ જ ઓવરમાં શ્રીલંકાને આંચકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર જ જસપ્રિત બુમરાહે કુસલ પરેરાને આઉટ કર્યો હતો. પરંતુ મોહમ્મદ સિરાજે તરખાત મચાવ્યો હતો. તેણે તેની બીજી ઓવર અને ઇનિંગની ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધી, એટલું જ નહીં, તેણે કુલ 10 બોલમાં 5 વિકેટ લીધી અને શ્રીલંકાની ટીમને ઘુંટણીએ બેસાડી દીધી હતી.

મોહમ્મદ સિરાજની ઓવર..

  • 3.1 ઓવર: પથુમ નિશાંક રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ. (2-8)
  • 3.2 ઓવર: ડોટ બોલ
  • 3.3 ઓવર: સાદિરા સમરવિક્રમા LBW આઉટ. (3-8)
  • 3.4 ઓવર: અસલંકા ઈશાન કિશનના હાથે કેચ આઉટ. (4-8)
  • 3.5 ઓવર: ધનંજય ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો.
  • 3.6 ઓવર: ધનંજય ડી સિલ્વાએ તેનો કેચ વિકેટકીપરને આપ્યો. (5-12)

મોહમ્મદ સિરાજ અહીં જ ન અટક્યો, ઇનિંગની છઠ્ઠી ઓવરમાં તેણે શ્રીલંકાને વધુ એક ઝટકો આપ્યો અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને ક્લીન બોલ્ડ કર્યો. સિરાજે તેની પ્રથમ 6 ઓવરમાં 6 વિકેટ લીધી હતી અને આ માટે તેણે માત્ર 13 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજ હાલમાં ODI રેન્કિંગમાં નવમો બોલર છે, તે રેન્કિંગના ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર છે.

મોહમ્મદ સિરાજની 6 વિકેટ:

  1. પથુમ નિશાંક (2)
  2. એસ. સમરવિક્રમ (0)
  3. અસલંકા (0)
  4. ધનંજય ડી સિલ્વા (4)
  5. ડી. શનાકા (0)
  6. મેન્ડિસ (17)

આ સાથે મોહમ્મદ સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને તેના નામે 52 વિકેટ છે. સિરાજે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી છે. 29 વર્ષના મોહમ્મદ સિરાજે 21 ટેસ્ટ મેચમાં 59 અને 8 ટી-20 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ