બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, posters of not coming in short dresses started appearing in various temples

પ્રતિબંધ / 'બહાર પાર્ટી કરો, હોટલમાં જાઓ ત્યારે ચાલે પરંતુ...', મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવાની અપીલને લઇ શું કહ્યું રાજકોટવાસીઓએ

Vishal Khamar

Last Updated: 04:45 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરનાં 100 થી વધારે મંદિરોમાં ડ્રેસકોડને લઈ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મંદિરમાં કેપ્રિ, બરમુંડા, સ્લાવલેસ, ફાટેલા જીન્સ મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહી કરવાની સૂચનાં દર્શાવતા બોર્ડ લાગ્યા છે. સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા હતા.

  • રાજકોટમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર
  • 100 થી વધુ મંદિરમાં લાગ્યા પોસ્ટર
  • મંદિરમાં પ્રવેશને લઇને ડ્રેસકોડ રાખવામાં આવ્યો

રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં પોસ્ટર લાગાવવામાં આવ્યા છે. મંદિરમાં પ્રવેશને લઇને ડ્રેસકોડને લઈને પોસ્ટર લગાવાયા છે. મંદિરમાં કેપ્રી,બરમુડા,સ્લીવલેસ અને ફાટેલા જીન્સ ન પહેરવાની સૂચના લખવામાં આપવામાં આવી છે.તો મિનિ સ્કર્ટ પહેરનારને પણ મંદિરમાં પ્રવેશ નહીંના સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે.મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવાની અપીલને લોકોએ પણ આવકારી છે. મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓએ પણ કહ્યું કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન જ પહેરવા જોઇએ. શહેરીજનોએ પણ મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે સંસ્થાના નિર્ણય ગણાવ્યો છે.

મંદિરની ગરીમા જળવાઈ રહે તે માટે યોગ્ય નિર્ણય છે
આ બાબતે સનાતન સ્વરાજ નામની સંસ્થાએ જણાવ્યું હતું કે,  રાજકોટનાં 100 જેટલા મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવેલ છે. અમે 100 થી 150 જેટલા પોસ્ટર છપાવ્યા હતા. હજુ અમારૂ કાર્ય ચાલુ જ છે. અમારી એક માંગ છે કે રાજકોટનાં હિન્દુ સંગઠનનાં મિત્રો એક સાથે મળીને આ કાર્ય કરવામાં આવ્યું છે. કોઈ પણ મંદિર હોય ટૂંકા કપડા પહેરીને અંદર તમે ન જાઓ.  કપડાનો અમારે કોઈ વિરોધ નથી. તમે બહાર જાઓ એટલે પહેરો કપડા.  મંદિરની અંદર જાઓ એટલે મંદિરની ગરીમા જળવાઈ રહે તે અમારો હેતુ છે. એટલે અમે પોસ્ટર લગાવીએ છીએ. તેમજ બહેનો તથા ભાઈઓને વિનંતી કરીએ છીએ કે, રાજકોટનાં જે આપણા મંદિર છે તે તમામ મંદિરનાં ટ્રસ્ટ્રીઓ તેમજ પૂજારીઓનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે.  

અમે આ નિર્ણયને ખૂબ જ વધાવીએ છીએઃ દર્શનાર્થી
આ બાબતે દર્શનાર્થીએ જણાવ્યું હતું કે,  આ ખૂબ જ સારો નિર્ણય છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાથી મંદિરની મર્યાદાઓ રહેતી નથી. મર્યાદાઓ જાળવવી ખૂબ જ જરૂરી છે. આપ વ્યવસ્થિત મંદિરમાં આવો. ભગવાનને પ્રાર્થના કરો. આપણી જે સંસ્કૃતિ છે તેની મર્યાદા જાળવો. એવી લોકોને અપીલ છે. અમે આ નિર્ણયને ખૂબ જ વધાવીએ છીએ. ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરીને લોકોએ ન આવવા અમારી અપીલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ