બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / In medical faculty also, all subjects will be made Gujarati syllabus

કેબિનેટ બેઠક / મેડિકલ ક્ષેત્રના લાખો વિદ્યાર્થી માટે અગત્યના સમાચાર, આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતીમાં પણ શરૂ થશે

Dinesh

Last Updated: 05:57 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા સરકારની પહેલ સામે આવી છે, મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે

  • ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા સરકારની પહેલ  
  • મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે 
  • આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે


ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા સરકારની પહેલ સામે આવી છે તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ બાબતે નિર્ણય લેવાયો હતો પરંતુ જેની અમલવારીને લઈ રાજ્ય સરકારના પ્રવક્તાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેડિકલના વિદ્યાર્થી આસાનીથી સમજી શકે તે માટે આપણે ગુજરાતી અભ્યાસક્રમ બનાવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, પરીક્ષાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી ઓપ્સન ખુલ્લા રહશે. તેમણે ઉમેર્યું કે, તે માટે મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ભણી શકાશે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ બાબતે સરકારે ગત વર્ષે નિર્ણય લીધો હતો પરંતુ અમલવારી હવે થશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે

 

સમિતિની રચના કરવામાં આવી છે
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 'ગુજરાત NEP સેલ' હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.

‘Digi Locker’ 
મંત્રીશ્રી એ જણાવ્યું કે, રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.

ગુજરાતી અભ્યાસક્રમ બનાવવા ગત વર્ષે લેવાયો હતો નિર્ણય
તમને જણાવી દઈએ કે, ગુજરાતી વિધાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ બનેએ માટે રાજ્ય સરકારના મંત્રીમંડળની અગાઉની બેઠકમાં નિર્યણ લેવામાં આવ્યો હતો. એન્જિનિયરીંગ, મેડિકલ અને, ફાર્મસી અને જે જે મોટા વિષયોમાં ગુજરાતી ભાષા નથી તે તમામ ગુજરાતી ભાષામાં અભ્યાસ શરુ કરવામાં આવશે ગત વર્ષે પવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

'1 ફેબ્રુઆરીથી સુજલામસુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે'
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે. 
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે,ગુજરાતમાં મે–2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

'સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં 17,812 કામો પૂર્ણ થયા'
ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી. જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ