બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Politics / In Delhi BJP held a press conference at Kejriwals Sheesh Mahal regarding the scam

પ્રહાર / મોટા કૌભાંડિયા પણ કેજરીવાલ સામે ટૂંકા પડે', ઓપરેશન શીશમહેલના ખુલાસા પર ભાજપ, તપાસનો LGનો આદેશ

Kishor

Last Updated: 09:38 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ભાજપે કેજરીવાલના શીશમહેલમા ગોટાળા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે આકરા પ્રહારો કર્યા હતા.

  • શીશમહેલમા ગોટાળા મામલે દિલ્હીમાં ભાજપની પ્રેસ કોંફરન્સ
  • કેજરીવાલ વિરુદ્ધ આકરા પ્રહારો
  • કેજરીવાલની સામે મોટા મોટા કૌભાંડીઓ પણ ટૂંકા પડે છે

દિલ્હીના શીશમહલ મામલે સીએમ અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપોના છાંટા ઉડી રહ્યા છે. જેમા ઓપરેશન શીશમહેલમાં સૌથી મોટો ખુલાસો એ છે કે બંગલાના જ રિનોવેશનમાં 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક પછી એક ખુલાસા બાદ AAP બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલે દિલ્હીના એલજીએ પણ તપાસના આદેશ જારી કર્યા છે. હવે દિલ્હીમાં ભાજપે કેજરીવાલના શીશમહેલમા ગોટાળા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે કેજરીવાલની સામે મોટા મોટા કૌભાંડીઓ પણ ટૂંકા પડે છે. કેજરીવાલમાં અગાઉ અને હવે ઘણો બધો તફાવત છે. વધુમાં મનોત તિવારીએ LG દ્વારા શરૂ કરવામાં આવેલ તપાસનો આવકારી હતી.

મોટા કૌભાંડો કરનારા લોકો પણ કેજરીવાલ સામે ટૂંકા પડે છે


મનોજ તિવારીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જે વ્યક્તિ મુખ્યમંત્રી બનતા પહેલા જે બોલે, કરે અને બતાવે છે. તેનાથી વાસ્તવિક જીવન ખૂબ અયેયાશી દેખાઈ છે. મોટા મોગલિયા સામ્રાજ્યો પણ આ રાજાશાહી વિચારસરણીની વ્યક્તિની સામે વામણા પુરવાર થઇ રહ્યા છે. મોટા કૌભાંડો કરનારા લોકો પણ કેજરીવાલ સામે ટૂંકા પડતા હોય તેવુ લાગી રહ્યું છે.

ખર્ચમાં આડેધડ વધારો કારાયાનો આક્ષેપ

બંગલાના જ રિનોવેશનમાં 45 કરોડ રૂપિયાનો ધુમાડો ઉપરાંત સીએમ આવાસને મોટું બનાવવા 8 ઘાટ ખાલી કરાયા હતા અને સીએમ આવાસ સંકુલને 4.7 એકરથી વધારીને 7.2 એકર કરાયું હતું. તેમજ મકરાનાની જગ્યાએ વિયેતનામના માર્બલનો ઉપયોગ સહિત નિયમો વિરૂદ્ધ જઈને વધારાના ખર્ચના નામે વધારાની ચૂકવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા અગાઉ કેજરીવાલ અને તેની પાર્ટી વૈભવી સિસ્ટમથી વિરુદ્ધ હતી અને મુખ્યમંત્રી બન્યા બાદ આ તમામ સુવિધા મેળવી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ