બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / In Ambani's event NMACC it can be known whether the notes kept with sweets are genuine or fake

અસલી કે નકલી ? / અંબાણીના ઈવેન્ટમાં હલવાની સાથે 500-500ની નોટો પીરસાઈ? જાણો શું છે હકીકત

Pravin Joshi

Last Updated: 04:55 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં NMACC ઇવેન્ટ બાદ અંબાણી પરિવાર ફરી એકવાર ચર્ચામાં છે. અંબાણી પરિવારે મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસ્યું હતું અને થાળીમાં મીઠાઈની સાથે 500 રૂપિયાની નોટો પણ પીરસવામાં આવી હતી.

  • અંબાણી પરિવાર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં 
  • અંબાણી પરિવારે મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસ્યું 
  • મીઠાઈની સાથે 500 રૂપિયાની નોટો પણ પીરસવામાં આવી 


મુંબઈમાં NMACC ઇવેન્ટ  યોજાઈ હતી. જે બાદ અંબાણી પરિવાર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ કાર્યક્રમમાં અંબાણી પરિવારે મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસ્યું હતું અને ભોજન બાદ થાળીમાં મીઠાઈની સાથે 500 રૂપિયાની નોટો પણ પીરસવામાં આવી હતી. હવે આને લગતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

500 રૂપિયાની નોટ પીરસી?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં 500 રૂપિયાની નોટો એક સ્વીટ ડીશ સાથે રાખવામાં આવી છે. આ મીઠી વાનગીને 'દૌલત કી ચાટ' કહેવામાં આવે છે, જે ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. એક અહેવાલ મુજબ સ્વીટ ડીશ પાસે રાખવામાં આવેલી નોટો નકલી છે. વાસ્તવમાં આ ફોટા વાયરલ થયા પછી ઘણા લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા કે આ નોટો અસલી છે કે નકલી.

NMACC ઇવેન્ટ શું છે?

NMACC નું પૂર્ણ સ્વરૂપ 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' છે. 31મી માર્ચે તેનો ઉદઘાટન સમારોહ હતો. તેના ઉદ્ઘાટન માટે 'સ્વદેશ' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વદેશ'ની અંદર ત્રણ ઘટનાઓ હતી. ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન. તે એક મ્યુઝિકલ થિયેટર શો હતો. બીજી ઇવેન્ટનું નામ ઇન્ડિયા ઇન ફેશન હતું, જે કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન હતું. ત્રીજી ઇવેન્ટનું નામ Sangam/Confluenceહતું, જે એક વિઝ્યુઅલ આર્ટ શો હતો.

Jio વર્લ્ડ સેન્ટરમાં બનાવવામાં આવ્યું 

NMACC મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. તેને રિચર્ડ ગ્લકમેન નામના વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. રિચાર્ડ વિશ્વભરમાં લોકપ્રિય મ્યુઝિયમ ડિઝાઇન કરવા માટે જાણીતા છે. આ સાંસ્કૃતિક કેન્દ્રમાં 2000 બેઠકો ધરાવતું ભવ્ય થિયેટર છે, જ્યાં નાટકો મંચાશે. અહીં 250 સીટનું સ્ટુડિયો થિયેટર છે, જે નવીનતમ ટેકનોલોજીથી સજ્જ હોવાનું કહેવાય છે. એક ક્યુબ પણ છે, જેમાં 125 સીટો હશે. આ ક્યુબનું સ્ટેજ અને 'બેઠક' ફરતા રહે છે. તેથી જ તેને વિવિધ કલા સ્વરૂપો અનુસાર ગોઠવી શકાય છે. આ સાંસ્કૃતિક કેન્દ્રમાં 16 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલી ચાર માળની આર્ટ ગેલેરી પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ