બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad, these three builders of Aquarius were hit by a huge blow of income tax, 50 officers were struck.

'કર' ચોરી / અમદાવાદમાં કુંભ રાશિના આ ત્રણ બિલ્ડર જૂથ પર આવક વેરાની મોટી તવાઈ, 50 અધિકારી ત્રાટક્યા

Mehul

Last Updated: 10:15 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાનું સર્ચ ઓપરેશન. તરલ શાહ, ચિત્રક શાહની ઓફિસો અને નિવાસસ્થાન, ઉપરાંત યશ બ્રહ્મભટ્ટ, દીપક નિમ્બાર્કને ત્યાં પણ તપાસ

  • શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રૂપ પર તપાસનો ધમધમાટ
  • આવક વેરા વિભાગનું મોટું સર્ચ ઓપરેશન,15થી વધુ લોકર સીલ 
  • મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબજે લેવાયા


દીપાવલીના પર્વ  પહેલાથી જ અમદાવાદ,રાજકોટ અને સુરતમાં વ્યાપારીઓ, બિલ્ડર્સ અને નામાંકિત વ્યાવ્સાયિઓને ત્યાં દરોડા પાડતા આવકવેરા વિભાગ બેનામી સંપતિ અંગે તપાસ કરતુ રહ્યું છે. અગાઉ રાજકોટમાં પણ મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા બાદ, સુરતમાં પણ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. હવે અમદાવાદમાં નામાંકિત બિલ્ડરોના નિવાસ સ્થાન, ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા છે. શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રૂપ પર તપાસનો ધમધમાટ ચાલ્યો છે. આ ત્રણેય ગ્રૂપ વચ્ચે આંતરિક  બિઝનેસ સંબંધો અંગે તપાસ ચાલી રહી છે.

 
આ ત્રણ ગ્રુપ સાથે અલગ-અલગ રીતે સંકાળાયેલા કે વ્યક્તિગત વ્યાવ્સાયીના ઓફીસ અને નિવાસ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં તરલ શાહ, ચિત્રક શાહની ઓફિસો અને નિવાસસ્થાન, ઉપરાંત યશ બ્રહ્મભટ્ટ, દીપક નિમ્બાર્કને ત્યાં પણ તપાસ થઇ રહી છે. આ તમામ જગ્યાએથી બિનહિસાબી રોકડ વ્યવહારોના પૂરાવા હાથ લાગ્યા છે. સાથોસાથ જમીન ખરીદીમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. તો રોકડા રકમ પણ અંદાજે 1 કરોડથી વધુની ઝડપાઈ છે અને વધુ પણ કઈક મોટા વ્યવહારો કે રોકડ હાથ લાગવાની સંભાવનાઓને નકારી શકાતી નથી

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના અધિકારીઓની શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રૂપ પર તપાસની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબજે લેવાયા છે તો 15થી વધુ લોકરોને સીલ કરવામાં આવ્યા છે. આ તપાસમાં આવકવેરા વિભાગના 50 અધિકારીઓ સામેલ થયા છે. તો અન્ય સ્ટાફમાં 100 અન્યકર્મી, 70 પોલીસ કર્મચારીઓ કાર્યવાહીમાં જોડાયા છે  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ