બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad, 21 areas have been placed in micro containment simultaneously, if you go to this area, maintain it

કોરોના સંકટ વધ્યું / અમદાવાદમાં એક સાથે 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવાયા, આ વિસ્તારમાં જાઓ તો જાળવજો

Mehul

Last Updated: 09:53 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોડકદેવ, પાલડી, થલતેજ, નિકોલ, ઘોડાસર, વસ્ત્રાપુરના વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા  65 પર પહોંચી

  •  અમદાવાદમાં  માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધ્યા 
  • પશ્ચિમના પોશ વિસ્તારો  માઈક્રો કન્ટેઇનમેન્ટમાં 
  • માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા  65 પર પહોચી 

અમદાવાદમાં વધતા કોરોના કેસ સાથે  માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. શહેરમાં એક સાથે 21 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદના બોડકદેવ, પાલડી, થલતેજ, નિકોલ, ઘોડાસર, વસ્ત્રાપુરના વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા  65 પર પહોંચી છે.

 

 

 

અમદાવાદમાં 644 કેસથી હાહાકાર  

ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. આજ સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘેર પરત ફરતા હવે એક્ટિવ કેસની સંખ્યાં  5858 પહોચી ગઈ છે. આજે કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે.આજે 7,46,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજથી 15-18 વર્ષના લોકોનું રસીકરણ પણ શરુ થયું હતું. આજે પહેલા દિવસે 4,94,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

ઓમિક્રોનના 16 નવા કેસ 
 
ગુજરાતમાં કોરોનાના ફૂંફાડા સાથે જ  ઓમિક્રોનના વધુ 16 કેસ નવા આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ, તો સુરતમાં આજે એક મહિલાને પણ ઓમિક્રોનની પુષ્ટી થઇ  છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાયા છે જેમાંથી ઓમિક્રોનને માત આપીને કુલ 85 દર્દીઓ  ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ