બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / In Aakba, he gave 3 gifts to the hero's son in Mahakali, only Darshan Jetlu gets the virtue in Pavagadh.

દેવ દર્શન / આકબામાં નાયકના દીકરાને મહાકાળી માં એ આપી હતી 3 ભેટ, પાવાગઢમાં દર્શન જેટલુ જ મળે છે પુણ્ય

Vishal Dave

Last Updated: 07:27 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકબા ગામમાં આદ્યશક્તિ મા મહાકાળી સ્વયંભૂ બિરાજમાન છે. ગુજરાતભરમાંથી માઈભક્તો માના દર્શન કરવા આકબા ગામે આવે છે

મહેસાણાના આકબા ગામે દુઃખિયાના દુઃખ દૂર કરનારી મહાકાલી મા બિરાજમાન છે.  આકબાના મહાકાળી માતાજીના દર્શન માત્રથી પાવાગઢમાં બિરાજમાન મા મહાકાળીના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થાય છે. આકબા ગામમાં આદ્યશક્તિ મા મહાકાળી સ્વયંભૂ બિરાજમાન છે. ગુજરાતભરમાંથી માઈભક્તો માના દર્શન કરવા આકબા ગામે આવે છે. અને માતાજીના શરણે આવતા તમામ માઈભક્તોની મનોકામના મા મહાકાળી પૂરી કરતા હોવાની છે માન્યતા છે. 

આકબા ગામના તળાવના કિનારે મંદિર

મહેસાણા થી 40 કિલોમીટર અને બહુચરાજી થી 9 કિલોમીટર ના અંતરે આકબા ગામે આવેલું મહાકાળી માતાજીનું મંદિર ખૂબ જ રમણીય અને સુંદર છે. આકબા ગામના તળાવના કિનારે આવેલા આ મંદિરમાં પ્રવેશતા જ ધન્યતા અનુભવાય છે.અહી માતાજીની અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને માતાજીની મૂર્તિના દર્શન માત્રથી અભિભૂત થઈ જવાય છે.

અહીં માતાજી સ્વયંભૂ બિરાજમાન છે

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચુંવાળ પંથકમાં આવેલા 2000ની વસ્તી ધરાવતા નાનકડા ગામ આકબામાં મહાકાળી માતાજીનું નયન રમ્ય ભવ્ય મંદિર આવેલું છે.  કહેવાય છે કે આ મંદિરમાં માતાજી સ્વયંભૂ બિરાજમાન છે. મંદિર સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે. આજથી 800 થી 1000 વર્ષ પહેલાં વીઠલાપરા નાયક સમાજના એક દીકરાને મહાકાલી માતાજીએ દર્શન આપી હાથોહાથ વેઢ, સોનાની નથણી અને ચુંદડી આપી પૂજા કરવાનુ કહી તારા પરીવાર ઉપર દુઃખ નહિ આવે અને તારા પરીવારની પ્રગતિ થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.

દર આઠમના દિવસે માતાજીના વેઢ સહિતની પૂજા અર્ચના

દીકરાએ સમાજમાં જાણ કરતા નાયક સમાજ દ્વારા પાંચ ઈંટોનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી દર આઠમના દિવસે માતાજીના વેઢ સહિતની પૂજા અર્ચના કરવામાં આવે છે.અને માતાજીના ભુવાજી નવમીના દિવસે જીભનો વેઢ કરે છે. માતાજીના દર્શન કરવા માત્રથી પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરીએ તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. મંદિર પરિસરની બાજુમાં ખીજડાવાળી માતાજીનું મંદિર આવેલું છે. આ બંને  મંદિરની ભવ્યતાથી લોકો અભિભૂત થઈ જાય છે.

રવિવાર તેમજ દર પૂનમે માતાજીના મંદિરે ભાવિકોની વિશેષ ભીડ

ચુંવાળ પંથકના નાનકડા ગામ આકબામાં સ્વયંભૂ પ્રાગટય સાથે આદ્યશકિત મહાકાળી માતા બિરાજમાન છે. માતાજીના દર્શન કરવા મંદિરે દૂરદૂરથી માઈભક્તો દર્શન કરવા આવે છે.  ખાસ કરી ને રવિવાર તેમજ દર પૂનમે માતાજીના મંદિરે ભાવિકોની વિશેષ ભીડ ઉમટી પડે છે. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, મકાન, ઘરમાં સુખ શાંતિ સાથે સાથે શારીરિક કોઈ પણ બીમારીના નિવારણ માટે માતાજીની માનતા રાખે છે અને તમામ ભક્તોની મનોકામના માતાજી અચૂક પૂર્ણ પણ કરે છે તેવી ભાવિકોમાં માન્યતા છે.


  
આ પણ વાંચોઃ કેમ માતાજી અવળુ મોં કરીને બેસી ગયા? ગુજરાતમાં આવેલું છે દેશનું આવું એક માત્ર મંદિર

પગપાળા સંઘો માટે પણ રહેવા તેમજ ઉતારાની પૂરતી વ્યવસ્થા

ભક્તોના દુઃખ હરનારી મહાકાળી માતાજીના મંદિરમાં મંદિર પરીવાર દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. ભક્તોની સવલત માટે ખાસ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને મોટી સંખ્યામાં અહીં ભક્તો માતાજીના પ્રસાદનો લાભ લઇ આનંદનો ઓડકાર લે છે. અહીં  મંદિર પાસેથી પસાર થતા પગપાળા સંઘો માટે પણ રહેવા તેમજ ઉતારાની પૂરતી વ્યવસ્થા મંદિર તરફ થી કરવામાં આવતી હોય છે અને ગ્રામજનો આ દરેક સેવામાં પૂરો સહયોગ આપી પુણ્ય કમાઈ લે છે.

આદ્યશકિત મહાકાળી માતાજીના આ મંદિરની ખ્યાતિની  સુવાસ બહુચરાજી પંથક સહિત ગુજરાતભર અને અન્ય રાજયોમાં પણ ફેલાયેલી છે. માં જગદંબાના દ્વારે ભક્તો શીશ નમાવી ધન્યતાનો અનુભવ કરે છે. ભક્તો તેમના દુઃખ દર્દ માતાજીને અર્પણ કરે છે અને માતાજી તેમના દુઃખ દર્દ અને કષ્ટોનું નીવારણ કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ