બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / imd rainfall alert weather update 1 october delhi up bihar jharkhand heavy rain next 5 days barish forecast

હવામાન / પડશે પોટલે પાણી ! ચોમાસાની વિદાય વચ્ચે આ રાજ્યોમાં 5 દિવસ ધોધમાર વરસાદની IMDની આગાહી

Hiralal

Last Updated: 05:12 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ સુધી કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

  • 5 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
  • 1 થી 5 ઓક્ટોબર દરિયાન પડી શકે વરસાદ
  • રાજસ્થાન-ગુજરાતમાંથી હટી શકે ચોમાસું

ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગની કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આવી છે. નવરાત્રીના તહેવાર નજીકમાં છે અને આગાહી સાચી પડી તો તહેવારમાં ભંગ પડી શકે છે. આમ તો 2 ઓક્ટોબર પછી ચોમાસું દેશમાંથી ધીરે ધીરે વિદાય લઈ લેશે તેવું જણાવાયું જ છે પરંતુ હવે ફરી પાછી વરસાદની આગાહી થઈ છે. 

આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે આ સાથે જ ગંગટોક, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા છે, જેના કારણે ભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત આ સમયે અનેક વિસ્તારોમાંથી ચોમાસું પણ પાછું ખેંચાઈ રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો અને રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું ખસી જશે.

કયા રાજ્યમાં કઈ તારીખે કેટલો વરસાદ 
ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશાના હિમાલય ક્ષેત્રમાં 1થી 5 ઓક્ટોબર દરમિયાન પૂર્વી ભારતમાં એકાંત સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ગંગીય પશ્ચિમ બંગાળ, બિહારમાં પણ 1થી 5 ઓક્ટોબર એટલે કે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 1, 4 અને 5 ઓક્ટોબરે ભારે વરસાદ પડશે.  આસામ, મેઘાલયમાં 1થી 5 ઓક્ટોબર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 1, 3 અને 4 ઓક્ટોબરે અને અરૂણાચલ પ્રદેશમાં 3 અને 4 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં 1 ઓક્ટોબરે ભારે વરસાદ જોવા મળશે. મધ્ય ભારતની વાત કરીએ તો છત્તીસગઢમાં 1 થી 3 ઓક્ટોબર, પૂર્વ મધ્યપ્રદેશમાં 1 અને 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે 1 અને 2 ઓક્ટોબરે તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી 
ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે.  જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ 2 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનાં વિદાયની સંભાવનાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ