બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / If you go to buy fafda-jalebi, keep your pocket heavy, today the price is from 900 to 1400 rupees per kg.

મોંઘવારી સાથે મજા / ફાફડા-જલેબી ખરીદવા જાવ તો ખીસ્સું ભારે રાખજો, આજે પ્રતિ કિલોએ 900થી લઇને 1400 રૂપિયા સુધીનો છે ભાવ

Megha

Last Updated: 09:12 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. એવામાં આજે રાજ્યમાં ફાફડા-જલેબી ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા વહેંચાઈ રહ્યા છે.

  • ડ્રાયફ્રુટ કરતા મોંઘા થયા ફાફડા જલેબી
  • અમદાવાદમાં 1 હજારથી વધુ દુકાનો-સ્ટોલમાં વેચાણ થશે
  • શુદ્ધ ઘીની જલેબીના ભાવ 1400 રૂપિયા થયા

નવલાં નોરતાં પૂરા થયા બાદ દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા-જલેબી આરોગશે. પણ આ ફાફડા અને જલેબીનો સ્વાદ અમદાવાદવાસીઓ મોંઘો પડી રહેવાનો છે. 

Fafda Jalebi worth crores of rupees will be sold in Gujarat today

ડ્રાયફ્રુટ કરતા ફાફડા જલેબી મોંઘા થયા
આજે વિજયાદશમી પર્વ પર આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદવાસીઓ આરોગી જાય છે, પણ આ વખતે ખાદ્ય તેલ, બેસનના ભાવ સહિત વિવિધ કારણોના લીધે ભાવ આસમાને પંહોચ્યાં છે. હા, એવું પણ કહી શકાય કે આજે ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી મોંઘા થઈ ગયા છે. 

Long queues at shops to buy Fafda Jalebi in Ahmedabad

ફાફડા-જલેબીની કિંમત 900થી લઇને 1400 રૂપિયા સુધી પંહોચી
આજના દિવસે અમદાવાદમાં 1 હજારથી વધુ દુકાનો-સ્ટોલમાં ફાફડા-જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ આજે ફાફડા-જલેબી ખાવાનું વિચારી રહ્યા છો તો બજારમાં ખરીદવા જાવ એ સમયે ખીસ્સું ભરેલ રાખજો. કારણ કે લગભગ દરેક દુકાનો કે સ્ટોલમાં ફાફડા-જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 900થી લઇને 1400 રૂપિયા સુધી પંહોચી ગયો છે. 

જાતે જ કરી લો આ 1 કામ, લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી બચી જશો | Make Tasty and  Healthy Fafda and Mawa Jalebi at home on Dashera Festival

દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણે છે અમદાવાદીઓ 
હવે જો આપણે ફાફડાના ભાવની વાત કરીએ પ્રતિ કિલોએ 900 રૂપિયા સુધી ભાવ પંહોચ્યો છે અને શુદ્ધ ઘીની જલેબીના ભાવ 1400 રૂપિયાથી પણ વધુ છે. એમ છતાં અમદાવાદના લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત વેપારીઓનું માનવું છે કે આજના દિવસે માત્ર અમદાવાદમાં જ 7 થી 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ