બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you are drinking fruit juice daily to lose weight, alert!

લાઇફસ્ટાઇલ / જો વજન ઘટાડવા તમે રોજ પી રહ્યાં છો ફ્રૂટ જ્યુસ, તો એલર્ટ! નહીં થાય કોઇ ફાયદો, જાણો કારણ

Pooja Khunti

Last Updated: 09:53 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો ફ્રૂટ જ્યુસ પીને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. જેને ખોટી પદ્ધતિ માનવામાં આવે છે. જાણો કે સ્થૂળતા ઘટાડવા માટે ફળોનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

  • વજન ઘટાડવામાં જ્યુસની ભૂમિકા
  • ફળોનું જ્યુસ પીવાથી શરીરનું વજન વધી શકે છે
  • વજન ઘટાડવા માટે ફળોનું સેવન કેવી રીતે કરવું

આજકાલ આ વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું એ સૌથી પડકારજનક કામ છે. બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે સ્થૂળતા અને બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. શરીરનું વજન વધવાથી અનેક રોગો થાય છે. તેથી વજન ઘટાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. આ માટે ડાયટ અને એક્સરસાઇઝની સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જોઈએ. ઘણા લોકો ફ્રૂટ જ્યુસ પીને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. જેને ખોટી પદ્ધતિ માનવામાં આવે છે. જાણો કે સ્થૂળતા ઘટાડવા માટે ફળોનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

વજન ઘટાડવામાં જ્યુસની ભૂમિકા
ઘણા લોકો વજન ઘટાડવા માટે જ્યુસ પીવાનું પસંદ કરે છે. મસાલા અને આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે ફળો અને શાકભાજીઓ મિક્સ કરીને ઘણા પ્રકારના વજન ઘટાડવાના જ્યુસ બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે, ઘણા લોકો એવી ગેરસમજમાં જીવે છે કે તેઓ ફળોના જ્યુસનાં સેવનથી વજન ઘટાડી શકે છે. પરંતુ એવું નથી કારણ કે વજન ઘટાડતી વખતે ફળોનું જ્યુસ પીવાથી પણ નુકસાન થઈ શકે છે.

વાંચવા જેવું: શું તમે પણ કબજિયાતથી છો પરેશાન? તો નોટ કરી લો, રસોડામાં મૂકેલી આ ચીજ કરશે જડીબુટ્ટીનું કામ

ફળોનું જ્યુસ પીવાથી વજન કેમ ઘટતું નથી
કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફળોનું જ્યુસ પીવાથી શરીરનું વજન વધી શકે છે. જે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. અભ્યાસ મુજબ જે લોકો લિક્વિડ ડાયટ લે છે અથવા માત્ર ફ્રુટ જ્યુસ પીવે છે, તેઓમાં થોડા સમય બાદ સ્થૂળતા વધી શકે છે. બાળકોમાં સ્થૂળતાનું જોખમ વધારે હોય છે. હવે સવાલ એ થાય છે કે હેલ્ધી હોવા છતાં ફ્રુટ જ્યુસ પીવાથી વજન કેમ વધે છે. ફળોમાં ફ્રુક્ટોઝ નામની પ્રાકૃતિક ખાંડ જોવા મળે છે. જે ફળોનો સ્વાદ મીઠો બનાવે છે. ફળોનું જ્યુસ કર્યા પછી પણ આ કુદરતી ખાંડ જ્યુસમાં રહે છે અને તેને પીવાથી કેલેરી વધે છે. આ કેલરી પેટમાં ચરબીના રૂપમાં જમા થાય છે. જેના કારણે વજન સતત વધતું રહે છે.

વજન ઘટાડવા માટે ફળોનું સેવન કેવી રીતે કરવું
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે ફ્રૂટ જ્યુસ પીવાને બદલે ફ્રૂટ્સ કાપીને ખાવાથી વધુ ફાયદો થાય છે. જ્યારે ફળોનું જ્યુસ બનાવવામાં આવે છે, ત્યારે તેને ગ્રાઈન્ડ કરવામાં આવે છે અને પછી ગાળવામાં આવે છે. જેના કારણે  ફળોમાં હાજર ફાઈબર અલગ થઈ જાય છે. ડાયેટરી ફાઈબર શરીરના મેટાબોલિઝમને વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે જ્યુસ પીવાથી તમને ફાયબરનો ફાયદો નથી મળતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ