બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / if you are also not taking vaccine without solid reason this may bend your career path

તમારા કામનું / રસી ન લેનારા ધ્યાન આપે : કંપનીઓ તમારી સેલરી સાથે જોડી રહી છે આનું કનેક્શન, કેમ કે...

Dharmishtha

Last Updated: 10:50 AM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રસી લગાવવાથી છટકી રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. તમારો રસી ન લેવાનો નિર્ણય તમારી નોકરી પર સંકટ બની શકે છે.

  • કંપનીઓ કર્મચારીઓને રસી લગાવવા પ્રેરિત કરી રહી છે
  • કંપનીઓ આવનારા 3-4 મહિનામાં ઓફિસ ખોલવા ઈચ્છે છે
  •  રસી ન લેનારને ઈન્ક્રિમેન્ટ નહીં મળે

કેવી રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને રસી લગાવવા પ્રેરિત કરે છે

હકિકતમાં કંપનીઓ ઈચ્છે છે કે લોકો જલ્દીથી જલ્દી વેક્સિનેટ થઈ જાય. જેથી ઓફિસ ફરીથી ખોલી શકે. તેવામાં કંપનીઓ રસીનું કનેક્શન તમારી સેલેરી સાથે જોડી રહી છે. જેથી લોકો રસી લઈ લે. એક ન્યૂઝ પેપરમાં છપાયેલ ડિટેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને રસી લગાવવા પ્રેરિત કરી રહી છે.

કંપનીઓ આવનારા 3-4 મહિનામાં ઓફિસ ખોલવા ઈચ્છે છે

રોજગાર સાથે જોડાયેલા વકીલો અને ઈન્ડસ્ટ્રીઝ એક્ઝિક્યૂટિવનું માનીએ તો દેશની ઘણી બધી કંપનીઓ આવનારા 3-4 મહિનામાં ઓફિસ ખોલવા ઈચ્છે છે. આ ત્યાં સુધી શક્ય નહીં થઈ શકે જ્યાં સુધી લોકો વેક્સિનેટ ન થઈ જાય. તેવામાં કંપનીઓ રસીકરણ માટે આને ઈન્સેન્ટિવ કમિશન અને ઈનક્રિમેન્ટ સાથે જોડી રહ્યા છે. કંપનીઓ પોતાન કર્મચારીઓનું જબરજસ્તી રસીકરણ નથી કરાવી શકતી. એટલા માટે કર્મચારીઓ પર થોડુ દબાણ બનાવવાની રીત શોધી રહી છે.

રસી ન લેનારને ઈન્ક્રિમેન્ટ નહીં મળે

કંપનીઓ રસી ન લેનારા પર થોડી કડકાઈ બતાવી રહી છે. ખેતાન એન્ડ કંપનીઓના પાર્ટનર અંશુલ પ્રકાશ કહે છે કે જે લોકો રસી નથી લગાવી રહ્યા તે એક મોટી વસ્તીને સંકટમાં નાંખી રહ્યા છે. તેમણે કહ્યું કે કંપનીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો રસી નથી લગાવતા તેની અસર તેમના કરિયર પર પડી શકે છે. એક ઈન્ડસ્ટ્રીયલ ફોર્મના સીનિયર એગ્જિક્યૂટિવે જણાવ્યું કે તેમણે પોતાના સ્ટાફને રસી લગાવવાનું કહ્યુ છે અને તેવામાં રસી ન લેનારને ઈન્ક્રિમેન્ટ નહીં મળે.

કેટલીક કંપનીઓ સેલેરી રોકી રહી છે

એક ફાઈનેન્શિલ સર્વિસ કંપનીના સીનિયર એક્ઝિક્યૂટિવે કહ્યું કે ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે રસી નહી લગાવવા માટેનું કોઈ યોગ્ય કારણ નથી. તેવા લોકોને સ્પષ્ટ કહેવામાં  આવ્યું છે કે તેમની સેલેરીનો 5 ટકા ભાગ રોકી લેવામાં આવશે. આ પૈસા તેમને તે દિવસે મળશે જ્યારે તેઓ રસી લગાવી લે છે. કંપનીઓ આ કડકાઈ એટલા માટે દર્શાવી રહી છે જેવી એક વાર ઓફિસ ખુલ્યા બાદ કોઈ સંકટ ન રહે અને કંપનીઓને તે ફરી બંધ કરવાની સ્થિતિ ઉભી ન થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ