બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / If an accident happens, the family will be safe in these 5 cars, see the full list

તમારા કામનું / ન કરે નારાયણ! પણ જો એક્સિડેન્ટ થાય તો આ 5 કારમાં સેફ રહેશે ફેમિલી, જુઓ આખું લિસ્ટ

Megha

Last Updated: 05:24 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ NCAPએ 35 મેડ-ઇન ઈન્ડિયા કારની ક્રેશ લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ એવા છે જેને 5 સ્ટાર્ટ સેફટી રેટિંગ મળી છે, જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે.

  • NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવી
  • આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે
  • NCAP  લગભગ દરેક કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટ કરે છે

ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. આ લિસ્ટ જૂન 2022 સુધી આવનાર 35 મોડલની છે. એટલે કે ગ્લોબલ NCAPએ 35 મેડ-ઇન ઈન્ડિયા કારની ક્રેશ લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ એવા છે જેને 5 સ્ટાર્ટ સેફટી રેટિંગ મળી છે, જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે. એવામાં જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને આઆજે દેશની સૌથી 5 સુરક્ષિત કાર વિશે જણાવી દઈએ. 

1- ટાટા પંચ 
ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કારની લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.45 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 40.89 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 57.34 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા પંચની એક્સ શો રૂમ કિંમત 5.82 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 9.48 લાખ છે. 

2- મહિન્દ્રા XUV300 (Mahindra XUV300)
મહિન્દ્રા XUV300 (Mahindra XUV300) દેશની સૌથી સુરક્ષિત કારમાં બીજા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.42 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 37.44 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 53.86 પોઇન્ટ્સ મળ્યા છે. મહિન્દ્રા XUV300ની એક્સ શો રૂમ કિંમત 8.42 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 12.38 લાખ છે. 

3- ટાટા અલ્ટ્રોજ (Tata Altroz)
ટાટા અલ્ટ્રોજ (Tata Altroz) દેશની સૌથી સુરક્ષિત કારમાં ત્રીજા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.13 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 29.00  સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 45.13 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા અલ્ટ્રોજની એક્સ શો રૂમ કિંમત 6.20 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 10.15 લાખ છે. 

4- ટાટા નેકસન (Tata Nexon)
ટાટા નેકસન (Tata Nexon) દેશની સૌથી સુરક્ષિત કારમાં ચોથા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.06 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 25.00  સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 41.06 પોઇન્ટ્સ મળ્યા છે. ટાટા નેકસનની એક્સ શો રૂમ કિંમત 7.54 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 13.80 લાખ છે. 

5- મહિન્દ્રા XUV700 (Mahindra XUV700)
મહિન્દ્રા XUV700 (Mahindra XUV700) દેશની સૌથી સુરક્ષિત કારમાં પાંચમા નંબર પર આવે છે.ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP એ આ કારને 5 સ્ટાર રેટિંગ્સ આપી છે. આ કારણ અડલ્ટ ઓકયુપેન્ટ માટે 17 માંથી 16.03 પોઈન્ટ મળ્યા છે. ત્યાં જ ચાઇલ્ડ ઓકયુપેન્ટ માટે આ કાર ને 49 માંથી 41.66 સ્કોર આપવમાં આવ્યો છે. એટલે કુલ 66 માંથી 57.69 પોઇન્ટ્સ મળ્યા છે. મહિન્દ્રા XUV700ની એક્સ શો રૂમ કિંમત 13.18 લાખ છે અને તેના ટોપ મોડલની કિંમત 24. 58 લાખ છે. 

ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP શું છે? 
ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP પ્રોગ્રામ જીરો ફાઉન્ડેશનનો હિસ્સો છે. આ એક બ્રિટેન ચેરિટિ ઓર્ગનાઇજેશન છે. NCAP  લગભગ દરેક કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટ કરે છે. જો કે આ ટેસ્ટ માટે ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમીને માણસની જગ્યા પર બેસાડીને ગાડીને ફિક્સ સ્પીડ પર કોઈ એક ઓબ્જેક્ટ સાથે અથડામણ કરાવે છે. આ ટેસ્ટ દરમિયાન 4-5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન દરેક વસ્તુ જોવામાં આવે છે. કાર અને ડમીને કેટલું નુકશાન થયું એ પરથી રેટિંગ્સ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ