બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / ICC Under 19 World Cup SF Highlights AUS vs PAK: India vs Australia final

U19 Cup / શ્વાસ થંભાવી દેતી મેચમાં પાકિસ્તાન રોળાયું, હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ, યંગ બ્રિગેડ લેશે બદલો?

Hiralal

Last Updated: 10:17 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયા હવે ફાઈનલમાં ભારત સામે ટકરાશે.

  • અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ઘમરોળ્યું
  • ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી 
  • ભારત સામે ટકરાશે 
  • 11 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના બેનોનીમાં રમાશે 

ક્રિકેટમાં પાકિસ્તાન હારનો પર્યાય બન્યું છે. વર્લ્ડ કપમાં નિરાશાજનક હાર બાદ હવે અંડર 19 વર્લ્ડ કપમાં પણ તેના મૂળિયા ઉખડી ગયા છે અને બહાર ફેંકાઈ ગયું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

અંડર-19 વર્લ્ડ કપમાં ગુરુવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં કાંગારુ ટીમે 1 વિકેટે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

 

પાકિસ્તાનની ટીમે આપ્યો 180 રનનો નાનો ટાર્ગેટ
બીજી સેમીફાઈનલ મેચમાં ટોસ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા સમયે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી અને આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમની હાલત ખુબ જ ખરાબ હતી. તેની 79 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે ટોમ સ્ટ્રેકરે 9.5 ઓવરમાં 24 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

164 રનમાં 9 વિકેટ પડી, 19 રનથી પલટાઈ ગઈ બાજી 
180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 164 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેને 24 બોલમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. અહીંથી જ શ્વાસ થંભાવી દે તેવો રોમાંચ શરૂ થયો. પરંતુ રફ મેકમિલને અણનમ 19 રન બનાવી આખી બાજી પલ્ટી નાંખી હતી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટ ગુમાવીને 181 રન બનાવી મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ભારતીય ટીમ સામે ટકરાશે
હવે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ભારતીય ટીમ સામે ટકરાશે. આ ટાઇટલ મેચ રવિવારે (11 ફેબ્રુઆરી)ના રોજ બેનોનીમાં રમાશે. ભારતીય ટીમે પોતાની સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે પરાજય આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ