બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 'I AM LAKHAN' Slogan solves Ghatlodia theft case

અમદાવાદ / 'I AM LAKHAN' સ્લોગને ઉકેલી કાઢ્યો ઘાટલોડિયાની ચોરીનો ભેદ, સામે આવ્યું ક્રાઇમ પાછળનું ચોંકાવનારું કારણ

Malay

Last Updated: 04:01 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: રિક્ષા પર લખેલા સ્લોગનથી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મદદના બહાને વૃદ્ધાને રિક્ષામાં બેસાડી ચેઈનની ચોરી કરનાર ભાઈ-બહેનને પોલીસે ઝડપી પાડી જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે.

 

  • મદદના બહાને વૃદ્ધાને રિક્ષામાં બેસાડ્યા
  • નજર ચૂકવી ચોરી લીધો હતો ચેઈન
  • પોલીસે આરોપીઓને દબોચી લીધા

ઘાટલોડિયામાં વૃદ્ધ મહિલાના સોનાના ચેઈનની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આઈ એમ લખન નામની રિક્ષાના CCTV ફૂટેજથી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઝોન 1 LCBએ ચોરી કરનાર સગા ભાઈ અને બહેનની ધરપકડ કરી છે. 

મદદના બહાને ચોરી
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જે ચૌધરીએ જણાવ્યું કે, વૃદ્ધ મહિલાના સોનાના ચેઇનની ચોરીના કેસમાં ટીમે આરોપી નારાયણ પંડિત અને તેની બહેન નીલમ પંડિતની ધરપકડ કરી છે. આ બંને વાસણાના રહેવાસી છે. ઘાટલોડિયામાં કેકે નગર નજીક પુષ્પાબેન પટેલ નામના વૃદ્ધ મહિલા પોસ્ટ ઓફિસ જઈ રહ્યા હતા. ત્યારે આરોપી ભાઈ અને બહેનએ તડકામાં મહિલાને મદદના બહાને રિક્ષામાં બેસાડ્યા અને નજર ચૂકવીને તેમને પહેરેલો સોનાનો ચેઈન ચોરી લીધો હતો. 

શંકાસ્પદ રિક્ષાના મળ્યા હતા CCTV 
તેઓએ જણાવ્યું કે, મહિલાએ પોલીસ ફરિયાદ કરતા ઝોન 1 LCB અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસે શંકાસ્પદ રિક્ષાના CCTV મળ્યા હતા. આ રિક્ષા પર 'I AM LAKHAN' નામનું સ્લોગન મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતા રિક્ષા ચાલક નારાયણ પંડિત અને તેની બહેન નીલમ પંડિતની ધરપકડ કરવામાં આવી છે.

દેવું થઈ જતા ભાઈ અને બહેન ચોર બન્યા
PI આર.જે ચૌધરીએ જણાવ્યું કે,  પકડાયેલા ભાઈ અને બહેનની પૂછપરછમાં ખુલ્યું કે લાખો રૂપિયાનું દેવું થઈ જતા ભાઈ અને બહેને ચોરીનુ ષડયંત્ર રચ્યું હતું. મહિલા આરોપી નીલમ અને એક સંબંધી સુમિત્રા મુસાફર બનીને રીક્ષામાં બેઠા હતા. ત્યારે વૃદ્ધ મહિલાને એકલા જોઈને ચોરીનું કાવતરું ઘડીને તેમને રિક્ષામાં બેસાડ્યા અને ચોરી કરીને વૃદ્ધ મહિલાને રિક્ષામાંથી ઉતારીને ફરાર થઇ ગયા હતા. આરોપીના બાળકના ઈલાજમાં દેવું થઈ જતા ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઘાટલોડિયા પોલીસે ભાઈ અને બહેનની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. જોકે, સુરતની સુમિત્રા ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ આરોપીઓએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ