બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / hyundai creta drowns on goa beach driver arrested car seized details

VIDEO / રૌફ જમાવવા ગોવાના બીચ પર કાર લઈ ગયો યુવક, ગાડી તો ફસાઈ, પોલીસે ધરપકડ પણ કરી

Pravin

Last Updated: 07:00 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં સમુદ્ર કિનારે કોઈ પણ પ્રકારના વાહન હંકારવાની કડક મનાઈ છે. જો કે, તેમ છતાં પણ ઘણા સહેલાણીઓ આ વાત માનતા નથી અને પોતાના વાહનો લઈને ડ્રાઈવ કરવા નિકળી પડે છે.

  • ગોવામાં સહેલાણીઓ નિયમો તોડ્યા
  • કાયદાની ધજ્જિયા ઉડાવી મોજ માણવામાં ફસાયા
  • પોલીસે ગાડી જપ્ત કરી, ડ્રાઈવરની ધરપકડ થઈ

 


આપને કદાચ યાદ હશે કે, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, ગોવામાં સમુદ્ર કિનારે કોઈ પણ પ્રકારના વાહન હંકારવાની કડક મનાઈ છે. જો કે, તેમ છતાં પણ ઘણા સહેલાણીઓ આ વાત માનતા નથી અને પોતાના વાહનો લઈને ડ્રાઈવ કરવા નિકળી પડે છે. 

તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગોવામાં સમુદ્ર કિનારે ગાડી ચલાવાનો આરોપમાં પોલીસે એક પર્યટકની ધરપકડ કરી હતી અને કાર જપ્ત કરી લીધી હતી. આ ઘટનાના કેટલાય વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ વીડિયોમાં પર્યટકનું એક ગ્રુપ તોફાની મૌસમમાં ગોવાના સમુદ્ર કિનારે નવી Hyundai Creta ચલાવતા દેખાયા હતા. 

જો કે, થોડી વારમાં જ આ Hyundai Creta ફસાઈ જાય છે કારણ કે, ડ્રાઈવ કરનારા લોકો તેને પાણીમાં ઉંડાણમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ એ વાતની જાણકારી સામે આવી નથી કે, અધિકારી સમુદ્ર તટ પર ફસાયેલ વાહનને બચાવવા સફળ રહ્યા હતા કે નહીં, પણ પોલીસ અધિકારીઓએ આ પર્યટકની ધરપકડ કરી લીધી છે. 

પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખાણ લલિત કુમાર યાદવ તરીકે થઈ છે. જે ગોવામાં રજીસ્ટર્ડ હ્યૂન્ડાઈ કાર ચલાવી રહ્યા હતા. એવું લાગે છે કે, આ પર્યટકોએ સ્થાનિક લોકો પાસેથી આ કાર ભાડે લીધી હશે. કાર ચાલક લલિત કુમારની પોલીસે ધરપકડ કરી છે. 

તેમણે જણાવ્યું હતું કે, પોલીસે કાર જપ્ત કરી લીધી છે અને પોલીસે ભારતીય દંડ સંહિતા અંતર્ગત કલમ 279 અને 336 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. આ ઉપરાંત પોલીસે માપુસાની કાર માલિક સંગીતા ગાવદલકર વિરુદ્ધ પણ આરટીઓમાં રિપોર્ટ નોંધાવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ