બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / How To Tackle Ukraine Crisis Key Point In PM, Biden Virtual Meet

વર્ચ્યુઅલ મીટિંગ / યુક્રેની લોકો માટે ભારતે કરેલા આ કામ પર અમેરિકા ઓળઘોળ, રાષ્ટ્રપતિ બાયડને PM મોદીને જુઓ શું કહ્યું

Mayur

Last Updated: 10:19 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી.

  • પીએમ મોદી અને  અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન વચ્ચે થઈ વર્ચ્યુઅલ મીટિંગ
  • યુક્રેન સહિતના બીજા મુદ્દે થઈ ચર્ચા
  • યુક્રેની લોકો માટે ભારતે મોકલાવેલી મદદના વખાણ કર્યાં બાયડને 

યુક્રેન યુદ્ધમાં ભારતે મોકલાવેલી માનવીય સહાયના અમેરિકાએ ખૂબ વખાણ કર્યાં છે. યુક્રેની લોકો માટે ભારતે દવાઓ અને બીજી જીવન જરુરી ચીજવસ્તુઓની એક મોટી ખેપ મોકલી આપી હતી. ભારતની આ મદદ અમેરિકાની પસંદ પડી છે અને હવે આજે પીએમ મોદી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને તેનો ખુલાસો કર્યો હતો. પીએમ મોદી સાથેની મીટિંગમાં બાયડને કહ્યું કે યુક્રેન યુદ્ધમાં ભારતે કરેલી માનવીય સહાય અમેરિકા વખાણે છે. બાયડને પીએમ મોદીને કહ્યું કે ભયાનક હુમલોના સામનો કરી રહ્યાં યુક્રેનના લોકોને ભારત તરફથી મળેલી માનવીય સહાયતાનું હું સ્વાગત કરુ છું. તેમણે કહ્યું કે રશિયન યુદ્ધની અસર ઓછી કરવા અને તેને પહોંચી વળવા માટે અમેરિકા અને ઈન્ડીયા ગાઢ સંબંધો જાળવવાનું ચાલુ રાખશે. 

મોદીએ કહ્યું-અમે યુક્રેનના લોકો માટે દવાઓ અને બીજી સામગ્રી મોકલાવી હતી 

પીએમ મોદીએ બાયડનને કહ્યું કે અમારી સંસદમાં યુક્રેન મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ છે. હાલમાં યુક્રેનના બૂચા શહેરમાં સામાન્ય લોકોની હત્યાની ખબર ચિંતાજનક છે. અમે તેની ટીકા કરી છે અને કેસની નિષ્પક્ષ માગ ઉઠાવી છે. મોદીએ કહ્યું કે અમને આશા છે કે મંત્રણા દ્વારા સમસ્યાનો ઉકેલ આવશે. અમે અમારી વતી દવાઓ અને બીજા સામગ્રી યુક્રેનને મોકલી છે. 

ટૂંક સમયમાં જ યુક્રેન સંકટનો અંત આવશે
બાઇડેન સાથે વાત કરતા પીએમે કહ્યું કે તમે કહ્યું છે કે લોકતંત્રના માધ્યમથી સાર્થક પરિણામ મેળવી શકાય છે. આશા છે કે, ટૂંક સમયમાં જ યુક્રેન સંકટનો અંત આવશે. 

યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ફોન પર વાત કરી 

મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે, મેં માત્ર શાંતિ માટે જ અપીલ કરી નથી, પરંતુ મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવા સૂચન પણ કર્યું છે. યુક્રેનના વિષય પર પણ અમારી સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અમે યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા અને તેમને માનવતાવાદી સહાયના અવિરત પુરવઠાને પણ મહત્ત્વ આપ્યું છે. અમે અમારા વતી દવાઓ અને અન્ય રાહત સામગ્રી યુક્રેન અને તેના પડોશી દેશોમાં મોકલી છે. "યુક્રેનની માંગ પર, અમે ટૂંક સમયમાં દવાઓનો બીજો જથ્થો મોકલી રહ્યા છીએ.

ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ અમેરિકા સાથેના આપણા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 75 વર્ષોમાં, અમારી મિત્રતા ભારત અને અમેરિકાના સંબંધોનું અભિન્ન અંગ રહી છે. વિશ્વની બે સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી તરીકે, અમે સ્વાભાવિક ભાગીદારો છીએ: ફરી એક વખત તમારો ખૂબ-ખૂબ આભાર. 

યુક્રેનમાં સ્થિતિ ચિંતાજનક 

રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ, "આજની વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે યૂક્રેનમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. થોડા અઠવાડિયા પહેલા સુધી 20,000થી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. ઘણી મહેનત બાદ અમે તેમને ત્યાંથી બહાર કાઢી શક્યા. જોકે, એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

યુક્રેન યુદ્ધ પર વલણ સ્પસ્ટ કર્યું ભારતે
મોદીએ કહ્યું કે  રશિયાના પ્રેસિડન્ટ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સામસામે બેસીને વાત કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ