બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / આરોગ્ય / how to get rid of abdominal pain hing ke fayde asafoetida benefits in Stomach Pain

Health / પેટમાં દુ:ખાવાથી છો પરેશાન? તો આજથી જ પ્રયોગ કરો રસોડામાં રાખેલી આ ઘરેલુ ચીજવસ્તુઓનો, મળશે ઘણી રાહત

Manisha Jogi

Last Updated: 12:37 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટના દુખાવાનો ઈલાજ નથી થઈ રહ્યો તો, તમારું રસોડું તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. રસોડાના સ્વાદિષ્ટ મસાલા આરોગ્ય માટે ઔષધિનું કામ કરે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • પેટના દુખાવાનો ઈલાજ નથી થઈ રહ્યો?
  • રસોડાના સ્વાદિષ્ટ મસાલા આરોગ્ય માટે ઔષધિનું કામ કરે છે
  • જાણો પેટના દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો

પેટનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અનેક કારણોસર પેટમાં દુખાવો થઈ શકે છે. કંઈપણ આડુઅવળુ ખાવાને કારણે પેટમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેથી પાચનતંત્ર યોગ્ય હોય તે જરૂરી છે, નહીંતર પેટમાં દુખાવો થવા લાગે છે. જેના કારણે રોજબરોજનું કામ સરળતાથી કરી શકતા નથી. પેટના દુખાવાનો ઈલાજ નથી થઈ રહ્યો તો, તમારું રસોડું તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. રસોડાના સ્વાદિષ્ટ મસાલા આરોગ્ય માટે ઔષધિનું કામ કરે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

હીંગથી પેટના દુખાવામાં રાહત
સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, હીંગથી પેટનો દુખાવો પણ દૂર થઈ શકે છે. હીંગ પાચન માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ છે, જેનાથી ગેસ અને કબજિયાતથી છુટકારો મળે છે. હીંગનું સેવન કઈ કઈ રીતે કરી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે. 

આ પ્રકારે હીંગનું સેવન કરો
હીંગની ચા

સારું આરોગ્ય મેળવવા માટે તમે અનેક વાર હર્બલ ટીનું સેવન કર્યું હશે. પેટના દુખાવા માટે હીંગની ચાનું સેવન જરૂરથી કરવું જોઈએ. જેની મદદથી બ્લોટિંગ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. હીંગની ચા બનાવવા માટે એક કપ પાણી ગરમ કરો, તેમાં ચપટી હીંગ, સૂંઠ પાઉડર અને સંચળ નાખીને તેનું સેવન કરો. 

ગરમ પાણી સાથે પીવો
પેટમાં દુખાવો થાય તો તેનાથી રાહત મેળવવા માટે ગરમ પાણીમાં હીંગ મિશ્ર કરી દો અને તેનું ચાની જેમ સેવન કરી શકો છો. આ પ્રકારે કરવાથી પાચનતંત્રમાં સુધારો થશે અને મેટાબોલિઝમ બૂસ્ટ થશે. 

હીંગ અને આદુ મિશ્ર કરીને તેનું સેવન
હીંગ અને આદુનું એકસાથે સેવન કરવું તે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે, જેનાથી અપચાની સમસ્યા દૂર થાય છે. આદુમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સ હોવાને કારણે પેટના દુખાવાથી પણ રાહત મળે છે. ઉપરાંત પેટ અને કમરની ચરબી પણ ઓગળવા લાગે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ