બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how much coffee you can consume in a day to avoid health problems

આરોગ્ય / શું તમને પણ વધારે માત્રામાં કૉફી પીવાની છે આદત? તો ચેતી જજો, નહીંતર...!

Arohi

Last Updated: 12:14 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coffee Side Effects: કોફી પીધા બાદ કેફીન ફક્ત 15 મિનિટમાં જ તમને એક્ટિવ કરવાનું શરૂ કરી દે છે. આ જેટલું જલ્દી શરીરની અંદર પહોંચે છે તેનાથી વધારે સમય બહાર નિકળવામાં લે છે. એવામાં જરૂર કરતા વધારે કોફીનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

કોફીનું સેવન આજકાલની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. તેમાં રહેલું કેફીન તમને તરત એનર્જી આપે છે. એવામાં લોકો થાક, પ્રેશરથી રાહત માટે કોફીનું વધારે સેવન કરવા લાગે છે. આમ તો મર્યાદીત પ્રમાણમાં કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે સારૂ છે પરંતુ જો તમે તેનું જરૂર કરતા વધારે સેવન કરી રહ્યા છો તો આ તમારા સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોંચાડી શકે છે. 

દરરોજ કેટલા કપ પીવી જોઈએ કોફી? 
એક્સપર્ટ્સ અનુસાર એડલ્ટ્સને રોજ 400 મિલિગ્રામથી વધારે કેફીન ન લેવું જોઈએ. એક સરેરાશ કપ કોફીમાં લગભગ 95 મિલીગ્રામ કેફીન હોય છે. એવામાં જો તમે આખા દિવસમાં 4 કપ કોફી પીવો છો તો આ લિમિટ છે. 

તેનાથી વધારે કોફીનું સેવન તમારા માટે નુકસાનકારક સાહિત થઈ શકે છે. ત્યાં જ 4-6 વર્ષના બાળકો માટે 45 મિલીગ્રામ, 7-12 વર્ષના બાળકો માટે આ પ્રમાણ 70 મિલીગ્રામ છે. કિશોરો માટે બે કપ કોફી એટલે કે 100થી 200 મિલીગ્રામ કોફીનું સેવન જ કરવું જોઈએ. 

10 કલાક બાદ પણ કોફી શરીરમાંથી બહાર નથી નિકળી શકતી 
હકીકતે કોફી પીધા બાદ કેફીન ફક્ત 15 મિનિટમાં જ એક્ટિવ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ શરીરને અડધુ કેફીન ખતમ કરવામાં લગભગ ત્રણથી પાંચ કલાકનો સમય લાગે છે. ત્યાં જ 75 ટકા કેફીનને ખતમ થવામાં લગભગ છ કલાક લાગે છે. 10 કલાક સુધી પણ સંપૂર્ણ રીતે કેફીન બોડીથી બહાર નથી નિકળી શકતું. જે તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. 

વધારે કોફી પીવાથી થઈ શકે છે  આ સમસ્યાઓ 
હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વધારે કોફી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે. કોફી બ્લડ પ્રેશર કાઉન્ટને વધારે છે. સાથે જ કોફીથી તમને તરત એનર્જી તો મળે છે પરંતુ તેના વધારે પડતા સેવનથી પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી શકે છે. ગેસ, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે. 

વધુ વાંચો: રોજે આટલી ખજૂર ખાવાની પાડી દો ટેવ, બિમારીઓ ભાગશે, ફાયદા થશે ભરપૂર

વધારે પડતી કોફી પીવાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. સાથે જ તેનાથી હાડકાને પણ નુકસાન થઈ શકે છે. વધારે કોફી પીવાથી હાડકાની બીમારી ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યાતા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ