બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / How does pilot lands the plane aircraft in rain or snow diificult situation, dhvanit raval explains
Last Updated: 07:26 AM, 10 January 2024
ADVERTISEMENT
VAIDEHI BHINDE VTV: નીચેથી વિશાળ આકાશને જોતા હવાને ચીરતું પ્લેન ઘણું નાનું લાગે છે, પણ આવા ભારેભરખમ વિશાળકાય પ્લેન જેમાં 200-300 લોકો સવાર હોય ,તેને જુદા જુદા વાતાવરણમાં લેન્ડ કરવું પણ એક મોટો પડકાર હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આકાશ વીજળીના કડાકાભડાકા થતા હોય, ધોધમાર વરસાદ વરસતો હોય કે પછી બરફ પડતો હોય ત્યારે પ્લેન ફ્લાય કરતા પાઈલટની શું સ્થિતિ થાય છે? પાઈલટ આવી સ્થિતિમાં પેસેન્જર્સને સહીસલામત લેન્ડ કેવી રીતે કરે છે? તો અમે વાત કરી અમદાવાદના આ યુવા પાઈલટ સાથે જેઓ અલગ અલગ પરિસ્થિતિમાં ફ્લાય કરી ચૂક્યા છે, અને સુરક્ષિત લેન્ડ પણ કરી ચૂક્યા છે. જેમાં કેટલાક લેન્ડિંગ એવા હતા, જે જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
ADVERTISEMENT
મોટી હસ્તીઓને પણ ફ્લાય કરાવી ચૂક્યા છે ધ્વનિત
31 વર્ષીય ચાર્ટર પ્લેન પાઈલટ છે, જે છેલ્લા 7 વર્ષથી પ્રાઇવેટ પ્લેનના પાઈલટ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. દરેક બાળકની જેમ બાળપણમાં તેમણે પણ આકાશમાં ઉડતા પ્લેનને જોઈ પાઈલટ બનવાનું નક્કી કર્યું હતું. ધ્વનિતે આ સપનું યાદ રાખ્યું અને 12 સાયન્સ પૂર્ણ કરીને તેમણે પોતાનું સપનું સાકાર કરવા તરફ પહેલું પગલું ભર્યું. ધ્વનિતે ગુજરાતની ખાનગી યુનિવર્સિટીમાંથી એવિએશનની ડિગ્રી અને લાયસન્સ મેળવ્યા બાદ ધ્વનિતે ચાર્ટર પ્લેનનાં પાઈલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદનાં આ યુવાને પોતાના કરિયર સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, આનંદીબેન પટેલ, બાબા રામદેવ, સી.આર પાટીલ, વિજય રૂપાણી વગેરે દિગ્ગજોને ફ્લાય કરાવી ચૂક્યા છે.
જો કે, આ તો તેમની સફળતાની એક નાનકડી વાત છે. આકાશમાં હજારો ફૂટ ઉંચે જ્યારે તમારી ફ્લાઈટમાં કોઈ વીવીઆઈપી કે 200-300 પેસેન્જર બેઠા હોય, અને તમને રનવે જ ન દેખાય, તેવી પરિસ્થિતિ સર્જાય તો પાઈલટની શું સ્થિતિ થાય, તે આપણે વિચારી પણ ન શકીએ. જો કે ધ્વનિત આવી સ્થિતિનો પણ સફળતાપૂર્વક સામનો કરી ચૂક્યા છે.
વરસાદી વાતાવરણમાં પ્લેન લેન્ડિંગ છે અઘરું ટાસ્ક
ધ્વનિતનું કહેવું છે કે,'જ્યારે ચોમાસું હોય કે વરસાદી વાતાવરણ હોય ત્યારે પ્લેનને બમણી સાવધાનીથી હેન્ડલ કરવું પડે છે.’આપણને નીચેથી વીજળી ઘણી નાની અને સામાન્ય લાગે છે પણ આકાશમાં આ વીજળીનો પ્રકાશ આંખને આંજી નાખતી હોય છે. વીજળી થાય તેની 2-3 સેકન્ડ સંપૂર્ણ બ્લેકઆઉટ સર્જાઈ જાય. આવા બ્લેકઆઉટમાં પાઈલટને આકાશમાં કંઇ જ દેખાતું નથી હોતું. જ્યારે તમને કંઈ જ દેખાતું ન હોય ત્યારે તમે ખુદ ભયભીત થઈ જાઓ છો. વધુમાં જ્યારે તમારા સાથે કોઈ દર્દી અથવા તો વીવીઆઈપી હોય ત્યારે તમારા પર સેફ લેન્ડિંગનું પ્રેશર વધી જાય છે. અને પેસેન્જર પણ ખૂબ ગભરાઈ જાય છે. આવા સમયે એક પાયલટ તરીકે તમારે ખૂબ જ ધીરજતાથી કામ લેવું પડે છે.’
લિમિટેડ ફ્યુઅલ સાથે 1 કલાક સુધી લેન્ડ ન થઈ શક્યું પ્લેન
2020ના વર્ષમાં જ્યારે ધ્વનિત એક પેશન્ટને લઈને ફ્લાય કરી રહ્યા હતા, ત્યારે તેમને આવો જ અનુભવ થયો. ધ્વનિતે કહ્યું કે,'2020ની સાલમાં હું દિલ્હીથી કોલકાતા એક મેડિકલ પેસેન્જરને લઈને સાંજના સમયે ફ્લાય કરી રહ્યો હતો. એ સમયે મારી સાથે આવી જ જબરજસ્ત ઘટના બની. ધ્વનિત માટે આ વખતે ચેલેન્જ હતી, મૂશળધાર વરસાદ, આંખ સામે વારંવાર થતા વીજળીના કડાકા ભડાકા અને વરસાદને કારણે લીસા થઈ ગયેલા રનવે પર સેફ લેન્ડિંગ. આટલા ભયાનક વાતાવરણને જોઈને પ્લેનમાં રહેલા પેશન્ટ પણ ડરી ગયા હતા. પરંતુ ધ્વનિતે સૌથી પહેલા તેમને પેનિક થતા અટકાવીને પેશન્ટ અને કો પેસેન્જરને શાંત પાડ્યા. સાથે જ સેફ લેન્ડિંગની ખાતરી આપી. આ દરમિયાન તેઓ કોલકાતા એરપોર્ટના એટીસી ટાવર સાથે સતત સંપર્કમાં હતા. પરંતુ પ્લેન લેન્ડ થઈ શકે તેવી શક્યતા નહોતી. આથી એક કલાક સુધી પ્લેનને સતત ફ્લાય કરતું રાખવું પડ્યું હતું, બીજી તરફ ફ્યુઅલ ઘટી રહ્યું હતું. પરંતુ આખરે ધ્વનિતે પોતાના કો પાઈલટ સાથે મળીને સેફ લેન્ડિંગ કરાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.