બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A 21-year-old youth from Ahmedabad gave the Ram Mandir Pran Pratistha Muhurat
Vishal Khamar
Last Updated: 04:02 PM, 9 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. શુભ કાર્ય તેમજ મુહૂર્તને ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. શુભ પ્રસંગે અને ધાર્મિક કાર્યમાં મુહૂર્તને ખાસ પ્રાધાન્ય અપાતું હોય છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્વાનો પાસે મુહૂર્ત માટે અભિપ્રાય મંગાયા હતા.
વિશ્વ વોરા જ્યોતિષી અને ગ્રંથો સહિત અનેક ક્ષેત્રમાં મેળવી છે સિદ્ધિ
દેશભરમાંથી 8 થી 10 જેટલા વિદ્વાનો પાસેથી અભિપ્રાય મંગાયા હતા. જેમાં 8 થી 10 વિદ્વાનોમાં ગુજરાતનાં 21 વર્ષીય વિશ્વ વોરાનો પણ સમાવેશ થાય છે. વિશ્વ વોરા સાબરમતી હેમચંદ્રાચાર્ય ગુરૂકુળ ખાતે અભ્યાસ કર્યો છે. વિશ્વ વોરો જ્યોતિષી અને ગ્રંથો સહિત અનેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી છે. વિશ્વ વોરાનાં અભ્યાસને ધ્યાને રાખીને તેમની પાસેથી અભિપ્રાય મંગાયો હતો.
ADVERTISEMENT
માત્ર 88 સેક્ન્ડનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હોવાની વાત
અન્ય વિદ્વાનો સાથે વિશ્વ વોરાનો પણ અભિપ્રાય એક સરખો હતો. મત મુજબ 22 જાન્યુઆરીએ 12.22 મિનિટે મુહૂર્ત નક્કી કરાયું છે. માત્ર 88 સેકન્ડનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હોવાની વાત છે. આ મુહૂર્તમાં વશિષ્ઠ મહાઋષિએ ભરત મહારાજાને રામ રાજ્ય અભિષેક કરાવ્યો હોવાની વાત છે. તેમજ આ મુહૂર્તમાં ઈન્દ્ર તેમની ગાદી પર બિરાજમાન થયાની વાત છે.
જાણો રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્તની vtv સાથે જ્યોતિષ વિશ્વા વોરાની આ ખાસ વાત......
જ્યારે આ ઐતિહાસિક પ્રસંગ રચાવા જઈ રહ્યો છે. અને તેની અંદર રામલલાની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા. ત્યારે આ કાર્યને અંતર્ગત જ્યોતિષના ઘણા બધા અંગો જોડાતા હોય છે. તે અષ્ટાંગની અંદર મુહૂર્ત અવિભાજ્ય અંગ છે. એ એક એવો સમય કે જે સારા કાર્ય માટે યોગ્ય હોય તે મુહૂર્ત કહેવાય. મુહૂર્ત અને અભિપ્રાય ની વાત આવે ત્યારે તેમાં જોડાવા રૂપે જે લાભ મળ્યો છે તે મારા માટે ખૂબ યાદગાર ક્ષણ રહેશે.
22 જાન્યુઆરી મુહૂર્ત કેમ. તો ત્યારે ઘણા બધા વર્ષો પછી આવા સૂક્ષ્મ, નિર્દોષ, શ્રેષ્ઠ દિવસ આવી રહ્યો છે. જેમાં ખૂબ જ ઉત્તમ ગ્રહ વ્યવસ્થા રચાઇ રહી છે. કહેવાય કે વશિષ્ઠ મહા ઋષીએ ભરત મહારાજાને રામ રાજ્ય અભિષેક માટે મુહૂર્ત આપ્યું કે પછી ઇન્દ્ર બિરાજમાન થયા ત્યારે ગોચર ગ્રહસ્થીતી બની હતી તે બની છે. તે મુહરત છે.
બારસ સોમવાર મૃશીશ નક્ષત્ર ઇન્દ્ર યોગ અને મેષ નો યોગ બની રહ્યો છે. અભિજીત નામનું મુહૂર્ત લેવામાં આવ્યું છે. સૂર્યોદય થી સૂર્યાસ્તના 15 માં ભાગમાં આઠમો ભાગ આવે અષ્ટમ શુભ વર્ગ તેને અભિજિત મહરત કહેવામાં આવે. તેમાં 12,22 અને 12,33 નું શુભ મુહૂર્ત મેસ લગ્ન નું લેવામાં આવ્યું છે.
મુખ્ય અને નેશનલ. કાર્ય હોય ત્યારે ઘણા બધા વિધવાનો, સંતો, મહંતો અને જ્યોતિષાચાર્યની ગણના થતી હોય. આમાં સ્પેસિફિક કોઈનો અભિપ્રાય કરવામાં આવ્યો છે તેવું નથી. જેટલા જાણકાર લોકો છે જ્યોતિષ સંસ્કૃતના ગ્રંથોના અભ્યાસ કરીને ચર્ચા વિમર્શ પર આવ્યા અને સંવાદના આધારે એક સામાન્ય દિવસ અને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાંથી 8 થી 10 નો અભિપ્રાય લેવામાં આવ્યો છે.
ગુજરાત માટે અને મારા માટે ગર્વની અને આનંદની ક્ષણ છે. કે આ ધન્ય ધરા પર ધનયતમ પ્રતિષ્ઠાના એક અંશ ભાગ મળ્યો છે. કારણ કે આ જ્ઞાનનું મૂલ્ય છે. આ સંસ્કૃતિનું મૂલ્ય છે. મારો અભ્યાસ સાબરમતી સ્થિત હેમચંદ્રાચાર્ય ગુરુકુળમાં થયો છે. અને 12 વર્ષના જ્યોતિષી ના અને ગ્રંથોના અભ્યાસ દ્વારા અનેક ડિગ્રીઓ પ્રાપ્ત થઈ છે. અને આ અભ્યાસ આધારે કુંડળી અને સમય નક્કી કરવા માટે સંતો આગળ વધ્યા. રાજાઓ, રાજગુરુઓ, મોદી સાહેબ ઘણા બધા લોકો હાજર રહેવાના છે. ત્યારે તેને ધ્યાન રાખી અને કાર્યને ધ્યાને રાખી સંસ્કૃતિ અને સનાતનને ધ્યાન રાખી આ બાબત નક્કી થઈ છે.
આ બાબતે પણ મુલાકાત થઈ, સાબરમતી ગુરુકુલમ બાબતે મુલાકાત થઈ મેક ઇન ઇન્ડિયા લોગો માટે મુલાકાત થઈ છે. સંતો શંકરાચાર્યની પધરામણી થઈ છે. કાશી બનારસમાં અધ્યયન થયું યયા પણ જોડાવાનો લાભ મળ્યો છ. મહિના પહેલા વડાપ્રધાન સાથે દિલ્હીમાં મુલાકાત થઈ હતી જે સફળ થઈ.
આ 88 સેકન્ડ નું શુભ સૂક્ષ્મ મુહૂર્ત છે. મેંસ લગ્નના અંદર સ્થિર વૃષિક નવમા બને છે. સૂર્ય ચંદ્ર ગુરુ સની યોગકારક સ્થિતિમાં છે. નૈસર્ગિક ગ્રહો પણ શુભ ભાગ ભજવે છે. 12.22 અને 12.29નું પણ મુર્હત છે.
પ્રાણ પ્રતિષ્ઠામાંએ મુર્હત ભારતની સંસ્કૃતિ પર અસર રહેશે
કહેવાય છે કે બાળકનો જન્મ થાય તે નીકળી આખા જાતક જીવન ઉપર અસર કરે. તેમ આ પ્રાણ પ્રતિષ્ઠામાંએ મુર્હત ભારતની સંસ્કૃતિ પર અસર રહેશે. અને ભવિષ્યમાં ભારત ને સોને કી ચીડિયા વિશ્વ ગુરુ તરફ પણ લઈ જશે.
વધુ વાંચોઃ અમદાવાદમાં નિર્મિત 5 હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા, જાણો વિશેષતાઓ
સારા ગ્રહ ને ધ્યાન રાખી આ મુહૂર્ત જોવાયું છે
આના માટે બે પોઇન્ટ કહીશ. કે નિરોગી શરીર મળવું અઘરું છે તેમ નિર્દોષ મુહરત મળવું અઘરું છે. 22 તારીખ નું આ દુર્લભ મુહરત છે. તેના માટે તે કાર્ય કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આપણે પ્રેક્ટીકલ લાઈફ માં ઘર તૈયાર થાય ભલે થોડું બાકી હોય પણ સારું મુહરત હોય અને ઘરમાં માટલી મૂકી ગૃહ પ્રવેશ કરતા હોઈએ. તેમ સારા ગ્રહ ને ધ્યાન રાખી આ મુહૂર્ત જોવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.