બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Flag of Ram temple will fly on 5 thousand kg pillar built in Ahmedabad, know the features

અયોધ્યા રામ મંદિર / અમદાવાદમાં નિર્મિત 5 હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા, જાણો વિશેષતાઓ

Vishal Khamar

Last Updated: 12:21 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર માટે અમદાવાદ ખાતે તૈયાર કરાયેલ મુખ્ય ધ્વજદંડ અયોધ્યા પહોંચ્યો છે. હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યો છે. મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવા 50 થી વધુ કારીગરને 6 મહિનાનો સમય લાગ્યો હતો.

  • રામ મંદિર માટે તૈયાર કરાયેલો મુખ્ય ધ્વજદંડ અયોધ્યા પહોંચ્યો 
  • 5 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રસ્થાન થયેલો ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો 
  • 44 ફૂટ ઉંચા ધ્વજદંડને મંદિરના મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે 

 તા. 22 નાં રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. ત્યારે રામ મંદિર માટે ધ્વજદંડ અમદાવાદ ખાતે આવેલ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ 5 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રસ્થાન થયેલો ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો હતો. 44 ફૂટ ઉંચા ધ્વજદંડને મંદિરનાં મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે. હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિરનાં પરિસરમાં રાખવામાં આવ્યો છે. 

મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50થી વધુ કારીગરને 6 મહિનાનો સમય લાગ્યો 
આ બાબતે કારીગર મૌલિક પંચાલે જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિર માટે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50 થી વધુ કારીગરોની મદદ લેવામાં આવી હતી. તેમજ આ ધ્વજદંડ બનાવતો 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. તેમજ આ ધ્વજદંડ અમદાવાદની  અંબિકા એન્જીનીયરીંગ વર્કસમાં બન્યો છે. અમે 5 જાન્યુઆરીએ ધ્વજદંડને લઈ અમદાવાદથી નીકળ્યા હતા. અને 8 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા છીએ. 

ધ્વજાદંડની વિશેષતાઓ
શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે.22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામા આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.

ભરતભાઈ મેવાડા (ધ્વજદંડ બનાવનાર)

વધુ વાંચોઃ અમદાવાદમાં તૈયાર કરાયેલા 450 કિલોના વિશાળકાય નગારાના નાદથી ગૂંજી ઉઠશે અયોધ્યા નગરી, જાણો વિશેષતા

ધ્વજદંડ સહિત મંદિરનાં દરવાજાનો પણ સામાન મોકલી આપ્યો છેઃ ભરતભાઈ મેવાડા (ધ્વજદંડ બનાવનાર)
ધ્વજદંડ બનાવતી ફેક્ટરીના માલિક ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ બનાવવાનો લાભ ત્યાંના આર્કિટેકને લીધે મળ્યો છે.મંદિરમાં ઝુમ્મર, દીવા લટકાવવાનું મટિરિયલ સહિતનું મેં સપ્લાય કર્યું છે.રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. અમારી આ ત્રીજી પેઢી છે, છેલ્લા 81 વર્ષથી અમે દેશ-વિદેશના ઘણા મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે. અમે ભગવાનને લગતુ સનાતન ધર્મને લગતું જ બધુ કામ કરી રહ્યા છીએ.  જેમાં પિત્તળનાં ધજા દંડ, કળશ અમારે ત્યાં બની રહ્યો છે. અયોધ્યાના શ્રી રામ મંદિરનો જે ધ્વજ દંડ બની રહ્યો છે. તે છ મહિનાં પહેલા ઓર્ડર મળ્યો હતો. અને અમે છ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે અમે આ કામ શિડ્યુલ મુજબ કામ પૂર્ણ કરી શક્યા છીએ. અમારી પાસે રામ મંદિરનો જે ઓર્ડર છે તેમાં દરવાજાને લગતી તેનાં હેન્ડલ, લોકીંગ સિસ્ટમ મંદિર માટે ખૂબ જ અલગ અલગ આવે. અમે 42 દરવાજાનો સામાન મોકલી આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ