બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / How did the module of ISIS become active in Gujarat? Gujarat ATS made a shocking revelation

VTV EXCLUSIVE / પાકિસ્તાનના ઈશારે ચાલતા ISIS મૉડ્યુલનો પર્દાફાશ: પોરબંદરમાં રહી બોટને હાઇજેક કરવાનો હતો પ્લાનિંગ, જાણો શું હતો ષડયંત્ર પાછળનો ઇરાદો

Malay

Last Updated: 10:20 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATS દ્વારા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. ATSની તપાસમાં પાકિસ્તાનના ઈશારે ચાલતા ISISના મોડ્યુલ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો પર્દાફાશ થયો છે. જોકે, સવાલ એ છે કે ગુજરાતમાં ISISનું મોડ્યુલ કઇ રીતે સક્રિય થયું? આ ષડયંત્ર પાછળનો ઇરાદો શું હતો? જુઓ આ EXCLUSIVE રિપોર્ટમાં...

 

  • ATSએ આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્રનો કર્યો પર્દાફાશ
  • ATSએ આતંકીઓના પ્લાન પર ફેરવી દીધું પાણી
  • દુનિયાભરમાં ફેલાવવા માંગતા હતા દહેશત 
  • અફઘાનિસ્તાન જવા બનાવ્યો હતો માસ્ટર પ્લાન

ગુજરાત ATS દ્વારા ભારતમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સંગઠનના સક્રિય સભ્યોને પકડીને ISISના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSની આ સફળતાએ એક આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે. હવે સૌ કોઇના મનમાં સવાલ એ છે કે આ ષડયંત્ર પાછળનો મુખ્ય ઇરાદો શું છે? આ ષડયંત્રની કહાની પહેલાએ જાણી લો ISKP સંગઠન શું છે અને કઇ રીતે સક્રિય છે?

ફાઈલ ફોટો

ISKP શું છે અને તે કઈ રીતે કરે છે કામ?
ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ એક આતંકી સંગઠન છે અને ISISનું જ એક મોડ્યુલ છે. જે સાઉથ એશિયા અને મધ્ય એશિયાના દેશોમાં ઈસ્લામિક સ્ટેટના મીલીટન્ટ ગ્રુપ તરીકે ઓળખાય છે. તેમજ તે ખુરાસન તરીકે પણ ઓળખાય છે. જે એક સલ્ફી જીહાદીસ્ત આતંકવાદી જુથ છે. આ જુથનો મૂળ હેતુ વહાબી સુન્ની ઇસ્લામના સિદ્ધાંતો મુજબ ભારત સહિત વિશ્વમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવાનો છે. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉદ્બેકિસ્તાન વગેરે દેશોમાં સક્રિય છે. તાલિબાનીઓ વિરુદ્ધનું આ એક ઉગ્રવાદી સંગઠન છે.

ભારતમાં બેસીને વિશ્વમાં આતંક ફેલાવવાનું રચ્યું હતું ષડયંત્ર
પોરબંદરમાંથી ત્રણ કાશ્મીરી પકડાયા બાદ ATS દ્વારા આતંકી સંગઠનના આખા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSને મળેલી માહિતી પ્રમાણે ઉમેદ મીર, હનન સ્વાલ અને મોહમ્મદ હાજીમ અબ્દુલ રહેમાન છેલ્લા દોઢ વર્ષથી આતંકી સંગઠન ISKPના પ્રભાવમાં હતા. કાશ્મીરમાં રહેતા તેના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશીએ તેઓને પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવા માટેનો એક માસ્ટર પ્લાન આપ્યો હતો અને તેઓ સુરતની ઝુબેરાબાનુ સાથે મળીને અફઘાનિસ્તાનમાં આતંકી હુમલો કરીને તેના આતંકી સંગઠન ISKPના દુનિયાભરમાં દહેશત ફેલાવવા માંગતા હતા. જોકે, તેઓનો પ્લાન સફળ થાય તે પહેલા જ તેઓ ગુજરાત ATSના હાથે લાગી ગયા હતા.

ગુજરાત ATSએ આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો

કેવી રીતે બનાવ્યો પ્લાન?
ATSના સૂત્રોના કહેવા પ્રમાણે આતંકી સંગઠન ISKPના ભારતના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશી કટ્ટરવાદી માનસિકતાના આધારે યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો અને અફઘાનિસ્તાનના એક હેન્ડલરની મદદથી આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. ATSના સૂત્રોના કહેવા પ્રમાણે પોરબંદરથી પકડાયેલા ત્રણેય શખ્સો અને ઝુબેર અહેમદ મુનસીએ પોતાના મોબાઇલમાં ISKPને સમર્થનના શપથ લેતા વીડિયો અને ફોટા તૈયાર  કર્યા હતા અને એક ઇમેઇલ આઇડીમાં તેને અપલોડ કર્યા હતા. આવી જ રીતે સુરતની સુમેરાબાનુએ પણ શપથ લેતા હોવાના ફોટા વીડિયો તૈયાર કર્યા હતા.

ફાઈલ ફોટો

પાંચેય આતંકીઓ અફઘાનિસ્તાનમાં કરવાના હતા આતંકી હુમલો
પ્રથમ તબક્કામાં પોરબંદરથી પકડાયેલા ત્રણેય કાશ્મીરી યુવાનોને તેના હેન્ડલર દ્વારા પોરબંદર જવા માટે આદેશ કરાયો હતો. આ યુવકોને કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં રહેલા હેન્ડર દ્વારા તેઓને ત્યાં મજૂરી કામ કરવા અને ખલાસી તરીકે માછીમારી કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ત્યાંથી મધદરિયે બોટને હાઇજેક કરીને ઇરાન પહોંચવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઇરાનમાં તેના અફઘાનિસ્તાનના હેન્ડલર દ્વારા નકલી પાર્સપોર્ટની મદદથી અફઘાનિસ્તાન પહોંચવાના હતા અને ત્યાં કાશ્મીરથી ઝુબેર અને સુરતથી સુમેરાબાનુ પણ તેના બે બાળકો સાથે અફઘાનિસ્તાન પહોંચવાના હતા. પાંચેય આતંકીઓ ત્યાં પહોંચીને આતંકી હુમલાને અંજામ આપવાના હતા. આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ અફઘાનિસ્તાનના ISKPના હેન્ડલર દ્વારા આ હુમલાની જવાબદારી લઇને દુનિયામાં પોતાના આતંકી ઇરાદાઓનો ખૌફ ઉભો કરવાનો પ્લાન હતો, જે ATS દ્વારા ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ATSએ આતંકીઓને આપ્યો જડબાતોડ જવાબ  
ATSને આશંકા છે કે ISKPએ ભારતમાં પાંચ લોકો પૂરતું સિમીત નથી, પરંતુ ગુજરાત સહિત દેશભરના અનેક યુવાનો આ સંગઠનના પ્રભાવમાં હોઇ શકે છે. જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આ ચારેય આતંકીઓ પાસેથી પોતાના આતંકી સંગઠનની શપથ લેતા ફોટોગ્રાફ્સ, કેટલાક ઓડિયો રેકોર્ડિંગ અને વીડીયો પણ મળી આવ્યા છે. સોશિયલ મીડીયા થકી યુવાનોને ભડકાવીને વિશ્વમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા આતંકી સંગઠનના નાપાક ઇરાદાઓને ખુલ્લા પાડીને ગુજરાત ATSએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે આ ષડયંત્રના તાર ભારતમાં ક્યાં સુધી ફેલાયેલા છે તે જોવાનું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ