બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'બચાવી લો સાહેબ, નહીંતર રજની મને ધંધો કરાવશે', વૈશ્યાવૃતિથી આવી રીતે બચી મહિલાઓ

ક્રાઈમ / 'બચાવી લો સાહેબ, નહીંતર રજની મને ધંધો કરાવશે', વૈશ્યાવૃતિથી આવી રીતે બચી મહિલાઓ

Last Updated: 04:43 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પોલીસે વૈશ્યાવૃતિમાંથી 2 યુવતીઓને બચાવી લીધી હતી. આ બન્નેએ ફોન કરીને મદદ માગ્યા બાદ તેમને છોડાવાઈ હતી.

22 અને 25 વર્ષની બે યુવતીઓને અનૈતિક ધંધામાંથી બચાવી લેવામાં આવી છે. બેમાંથી એક યુવતીએ એનજીઓને ફોન કરીને મદદ માગતા તેમને છોડાવાઈ હતી. પોલીસને આ કોલ દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના સાગરપુરમાં 22 વર્ષીય મહિલાએ કર્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ડરથી ધ્રૂજી રહેલી આ મહિલા તેની સામે આવી અને પોલીસને આજીજી કરી કે તેને બચાવો નહીંતર રજની નામની મહિલા તેને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દેશે. મહિલાએ જે કહ્યું તે સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દિલ્હી પોલીસની મહિલા કોન્સ્ટેબલે તેને મદદનું આશ્વાસન આપીને સમજાવી હતી અને પછી તેની પાસેથી આખી વાત જાણી હતી.

શું છે આ મહિલાની આખી કહાની?

આ મહિલાએ જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની રહેવાસી છે. તે નોકરીની શોધમાં દિલ્હી આવી હતી. અહીં તેની મુલાકાત રજની નામની મહિલા સાથે થઈ, જેણે તેને નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું. રજનીએ કહ્યું કે તે સોનુ નામના વ્યક્તિને ઓળખે છે, જે તેને નોકરી આપશે. તેણે તેને સોનુનો નંબર આપ્યો અને તેને દશરથપુરી આવવા કહ્યું. એક-બે દિવસ પછી પીડિત મહિલા દશરથપુરી પહોંચી. અહીં રજનીએ તેને સોનુની મુલાકાત કરાવી. તેણે સોનુને તેની મજબૂરી વિશે પણ જણાવ્યું.

લાલચ આપીને વૈશ્યાવૃતિના ધંધામાં ધકેલી

વાતચીત દરમિયાન બંનેએ તેને દેહવ્યાપારના ધંધામાં આવવાની ઓફર કરી હતી. તેને લાલચ આપવામાં આવી હતી કે આ ધંધામાં ઘણા પૈસા છે. જો તે તેમની સાથે કામ કરશે તો એશ સુખી જીવન જીવશે. તેણે કોઈની પાસેથી નોકરી માંગવાની પણ જરૂર નહીં પડે. પરંતુ, મહિલાએ ના પાડી. તેણીએ કહ્યું કે જો તેણી પોતાનો જીવ ગુમાવશે તો પણ તે આવું ખોટું કામ ક્યારેય નહીં કરે. રજની અને સોનુએ ફરીથી તેને ધ્યાનથી વિચારીને જવાબ આપવા કહ્યું. મહિલાએ ત્યાંથી દૂર આવીને એક NGOને આ અંગે જાણ કરી. આ પછી, NGOની મદદથી મહિલાએ પોલીસને બોલાવી અને તેનો જીવ બચી ગયો.

વધુ વાંચો : પત્ની લાંબા સમય સુધી સેક્સ માણવા ન દે તો પતિ લઈ શકે છૂટાછેડા- હાઈકોર્ટ

ઓનલાઈન ક્લાસિફાઈડ દ્વારા છોકરીઓને ફસાવવા માટે ટ્રેપ

દિલ્હી પોલીસની ટીમે સાગરપુરની અન્ય એક મહિલાને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના ચુંગાલમાંથી બચાવી હતી. આ 29 વર્ષની મહિલાની કહાની પણ આવી જ હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે પણ નોકરીની શોધમાં આવી હતી અને તેને વેશ્યાવૃત્તિની લાલચ આપવામાં આવી હતી. આ મામલાની માહિતી આપતા ડીસીપી (દક્ષિણ-પશ્ચિમ) રોહિત મીણાએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને રજની નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જો કે, સોનુ હજુ પણ પોલીસથી ફરાર છે. પૂછપરછ દરમિયાન રજનીએ ખુલાસો કર્યો હતો કે તે ઓનલાઈન ક્લાસિફાઈડ દ્વારા વેશ્યાવૃત્તિ માટે છોકરીઓનો પણ સંપર્ક કરતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ