બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Home Minister Harsh Sanghvi warned the parents

સુરત / ગુજરાતમાં બાળકોને ગાડી આપતા માતા-પિતા ચેતજો, જો ઝડપાયા તો થશે કડક કાર્યવાહી, ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પણ આપી ચેતવણી

Malay

Last Updated: 04:09 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માતા-પિતાને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ યુવક સ્ટંટ કરતા ઝડપાશે તો તેને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરાશે.

 

  • અકસ્માત મુદ્દે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • સ્ટંટ કરતાં બાળકોનાં પિતા પણ જવાબદારઃ હર્ષ સંઘવી
  • 'ભલામણ કે છૂટ નહી આપવામાં આવે'

20 જુલાઈની સવાર અમદાવાદ માટે 'ગોઝારો ગુરુવાર' લઈને આવી. બુધવારે રાત્રે આખું અમદાવાદ જ્યારે ગાઢ નિંદ્રા માણી રહ્યું હતું. એ વખતે શહેરના ધબકતા વિસ્તારમાં આવેલો ઇસ્કોનબ્રિજ ઇતિહાસમાં સૌથી ભયાનક અને ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. એક નબીરાએ બેફામ ઝડપે લક્ઝુરિયસ કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદગી હોમાઈ ગઈ. ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતથી આખું ગુજરાત હચમચી ગયું છે. 

હર્ષ સંઘવીએ આપી માતા-પિતાને ચેતવણી
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં હવે ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ શરું કરવામાં આવશે. આ ખાસ ડ્રાઇવ યોજવા માટે સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે ટ્રાફિક પોલીસ અને RTOને પણ સૂચના આપવામાં આવી છે. આ તરફ હાઇવે પર લાઇટોના પોલને લઇ માર્ગ મકાન વિભાગને નિર્દેશ અપાયા છે તો સ્ટંન્ટ કરનારાઓ સામે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ માતા-પિતાને બાળકોને સમજી-વિચારીને વાહન આપવાની ચેતવણી આપી છે.

દેશમાં અત્યાર સુધી આવો વધારો ક્યાંય નથી થયો: પોલીસના ગ્રેડ પે મુદ્દે હર્ષ  સંઘવીનું મોટું નિવેદન | Nowhere in the country has there been such an  increase so far: Harsh Sanghvi

કોઈ ભલામણ કે છૂટ નહીં અપાયઃ હર્ષ સંઘવી
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'સ્ટંટ કરતાં બાળકોના પિતા પણ જવાબદાર છે. જો કોઈ બાળક સ્ટંટ કરતા ઝડપાશે તો કોઈ ભલામણ કે છૂટ આપવામાં આવશે નહીં. આવા કિસ્સામાં માતા અને પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરાશે.' 

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...

તથ્ય પટેલના જૂના વીડિયો મુદ્દે પણ હર્ષ સંઘવીનું નિવેદન 
ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસ પર તેઓએ જણાવ્યું કે, તથ્ય પટેલે અગાઉ પણ અકસ્માત સર્જ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. તેણે થાર કારને એક રેસ્ટોરન્ટમાં ઘુસાડી દીધી હતી. રેસ્ટોરેન્ટ માલિકની અરજી લઈ તથ્ય પટેલ વિરુદ્ધ FIR કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ