બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Amit Shah on Gujarat tour: Ahmedabad Rs. 500 crore development works will be gifted

લોકાર્પણ / ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે: અમદાવાદને રૂ. ૫૦૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ મળશે

Vishal Khamar

Last Updated: 10:05 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજે ૫૦૦ કરોડનાં વિકાસકાર્યની ભેટ અમદાવાદીઓને  મળશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે
  • ગૃહમંત્રી પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
  • ૫૦૦ કરોડનાં વિકાસકાર્યની અમદાવાદીઓને  મળશે ભેટ

 કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત સહિત અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજે ૫૦૦ કરોડનાં વિકાસકાર્યની ભેટ અમદાવાદીઓને  મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત આજે સવારે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનથી થઈ હતી. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલિશિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

અમિત શાહે પોતાનાં સંસદીય મત વિસ્તારમાં અનેક પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યું

ત્યાર બાદ તેઓ તેમના  સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં એક નવી પહેલ શરૂ કરશે. આ અંતર્ગત બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાંનું વિતરણ કરશે. જ્યારે સાંજે છ વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહ રાત્રે ૮ વાગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાટ ખાતે અમૂલ ફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે
આવતી કાલે રવિવારે અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. બપોરે ૧૨.૪૫ વાગ્યે તેઓ ચાંદખેડામાં જીએસઆરટીસીનીની નવી ૩૨૦ બસનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે ૧.૧૫ વાગ્યે તેઓ ભાટ ખાતે અમૂલ ફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે.

નવા ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર તેમજ રેન બસેરાનું ખાતમુહુર્ત કરશે

અમિત શાહના હસ્તે ગોતા વોર્ડમાં ૪૧ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ખાતમુહૂર્ત, ચાંદલોડિયા વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત, નવા વાડજમાં ૭૫ કરોડના ખર્ચે તૈયાર થનારા રેન બસેરાનું ખાતમુહૂર્ત અને  થલતેજ ગામમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે થલતેજ તળાવ ડેવલપ કરવા માટે ખાતમુહૂર્ત થશે.

એએમસીના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યે અમિત શાહ શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપશે. સાંજે ૫.૧૫ કલાકે નારણપુરામાં એએમસી દ્વારા નિર્મિત ટીપી-૨૯માં રૂપિયા ૨.૯૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે ૫.૪૦ વાગે છારોડી ખાતેનાં તળાવનું લોકાર્પણ અને ૬.૦૦ વાગે એએમસીના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના ૨૫૦૦ જેટલા આવાસ માટે ડ્રો યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ