બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hit and run Junagadh, three friends bike were run over by a car driver

અકસ્માત / જૂનાગઢમાં હિટ એન્ડ રન: બાઇક પર જઇ રહેલા 3 મિત્રોને કાર ચાલકે કચડી નાખ્યા, મળ્યું મોત

Ajit Jadeja

Last Updated: 10:39 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.  માણાવદર-બાંટવા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની હતી

Junagadh hit and run: જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. માણાવદર-બાંટવા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાંટવાના પાજોદ ગામ પાસે મોડી રાત્રે ઇકો ગાડીએ બાઈક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 28 વર્ષીય રામ,16 વર્ષીય ભરત મોરીનું અને 34 વર્ષીય હરદાસ ઓડેદરાનું મોત નીપજ્યુ છે. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

ત્રણ મિત્રોની આખરી સવારી બની રહી

જૂનાગઢમાં કમકમાટી ભર્યા અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોના મોતની ઘટનાએ સૌને હચમચાવી મુક્યા છે. કાર ચાલક ભાન ભુલ્યો તેના બેફામ ડ્રાઇવિંગએ બાઇક પર જતા યુવકોને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જીને બાઇક ચાલક નાસી છુટ્યો હતો. બાટવાના પાજોદ ગામ પાસે હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે. બાઇક પર ત્રણ મિત્રોની આ સવારી જીંદગીની છેલ્લી સવારી બનીને રહી ગઇ છે. પરિવારજનોને જાણ થતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી. 3 યુવકોના મોતથી પંથક શોકમગ્ન બન્યો છે. પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 

વધુ વાંચોઃગાંધીનગર / ગુજરાતમાં ધો.12ની પરીક્ષામાં નોંધાયા 5 કોપી કેસ, અહીં તો 50 વ્યક્તિના સ્ટાફને સસ્પેન્ડ પણ કરી દેવાયા

હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાજેતરની વાત કરીએ તો મહેસાણાં પણ આવી ઘટના બની હતી ત્યાર બાદ અમદાવાદમાં અને જૂનાગઢમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અગાઉ જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. કારચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત નીપજ્યુ હતું. જે મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલસી તપાસમાં સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતુ. આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ