બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Board Exam 2024 copies cases class12 general stream 6 copies cases science stream

ગાંધીનગર / ગુજરાતમાં ધો.12ની પરીક્ષામાં નોંધાયા 5 કોપી કેસ, અહીં તો 50 વ્યક્તિના સ્ટાફને સસ્પેન્ડ પણ કરી દેવાયા

Ajit Jadeja

Last Updated: 08:47 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 11 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષામાં ગેરરિતી કરવામાં આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવશે.

Board Exam 2024 : રાજ્યમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 11 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષામાં ગેરરિતી કરવામાં આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવશે.રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલ રહી છે જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 કોપી કેસ નોધાયા છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોધાયેલા કોપીકેસની વાત કરીએ તો જામનગરમાં 1, આણંદમાં 4 કોપી કેસ નોંધાયા છે.  જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતમાં 1 કોપી કેસ નોંધાયો છે. બોર્ડ દ્વારા આ વખતે ગેરરીતી અટકાવવા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. અને કેમેરાની નજર સામે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા બાદ પણ કેન્દ્ર પરના ફુટેજ ચકાસવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ચલાવી લેવામાં નહી આવે.

પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું.


માસ કોપી કેસમાં સરકારે આપ્યા છે તપાસના આદેશ

આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોધાયો છે. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની ઘટના છે અહી વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં  પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. VTVના અહેવાલ બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી

ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇ  શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ સાથે પરીક્ષા લેવાઇ રહી છે.  રાજ્યભરમાં ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી  જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાને છેલ્લા અઠવાડિયામાં ગુજકેટની પરીક્ષા યોજાશે. 

અફવા ફેલાવનાર સામે નોંધાશે ફરિયાદ

વિદ્યાર્થીઓ શાંત અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રનાં 100 મીટરનાં વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પર રોક લગાવામાં આવી છે.  પરીક્ષા કેન્દ્રની આસપાસ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ તમામ પરીક્ષા સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. બોર્ડનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પરીક્ષા કેન્દ્ર પર તૈનાત રહે છે.  બોર્ડની પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.  કોઈ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તો તેની સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવશે. 

660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો

બોર્ડની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની છે. બોર્ડ પરીક્ષાઓ માટે સ્ટેટ લેવલે 85 સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. 660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે વર્ગ એક અને બેના 1500થી વધુ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે. તો તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજીત એક લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત છે.
 

વધુ વાંચોઃ આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ, ચોરીની ટ્રિક જોતાં ગાંધીનગરથી તપાસના આદેશ


નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા

હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ