બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / History of the ruined palace just 170 km from the Taj Mahal

ઈતિહાસ / દુનિયાના ખુણેખૂણેથી જેનો મકબરો જોવા આવે છે લોકો, ખંડેરમાં ચિર નિદ્રામાં પોઢેલી છે તે 'તાજ'ની બહેન

Kishor

Last Updated: 07:01 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજમહેલ માત્ર 170 કિમી દૂર બદાયુના શેખુપુરમાં એક ખંઢેર હાલતમાં મહેલ આવેલો છે. આ મહેલનો ખુબ જ રોચક ઇતિહાસ છે, જે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

  • તાજ મહેલથી માત્ર 170 કિમી દૂર ખંઢેર હાલતમાં આવેલ મહેલનો ઈતિહાસ
  • જ્યાં આવેલી છે મુમતાજની બહેનની પણ કબર

ઉત્તર પ્રદેશના આગરામાં આવેલા તાજ મહેલથી તો તમે માહિતગાર હશો જ. માત્ર ભારત જ નહી, પરંતુ દુનિયાભરના લોકો તાજ જોવા ભારત આવે છે. પ્રેમની નિશાની તરીકે ફેમસ તાજ મહેલની સુંદરતા પહેલી નજરે જ ગમી જાય તેવી છે. મુઘલ રજા શાહજહાંએ પત્ની મુમતાજની કબર માટે બનાવેલા આ આલીશાન મહેલથી માત્ર 170 કિમી દૂર બદાયુના શેખુપુરમાં એક ખંઢેર હાલતમાં મહેલ આવેલો છે. આ મહેલનો ખુબ જ રોચક ઇતિહાસ છે, જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તાજ મહેલની જેમ જ આ પણ કબર જ છે. અહીં મુમતાજની બહેનની પણ એક કબર આવેલી છે. એક બહેનની કબર જોવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તો બીજી બહેનની કબર ખંઢેર બની ગઈ છે.

History of the ruined palace just 170 km from the Taj Mahal

જે મોહતસીમ ખાન અને ફરીદ શેખ તરીકે જાણીતો હતો
આ રોચક ઇતિહાસ અંગે વધુ જાણકારી આ કબરથી 5 કિમી દૂર આવેલા શેખુપૂર ગામમાંથી મળશે. આ ગામ લખનઉથી 250 કિમી દૂર છે. અહીં નદીની બાજુમાં  મધ્યકાલીન વખતનો એક મકબરો આવેલો છે. જે એક ઊંચા ચબુતરા પર બનેલો છે. ઘુમટ આકારના આ મકબરાની અંદર અનેક કબર આવેલી છે. કહેવાય છે કે આ કબરોમાંથી એક કબર જે વચ્ચોવચ્ચ આવેલી છે તે મુમતાજની બહેન પરવર ખાનમની છે. પરવર ખાનમ શેખ ઈબ્રાહીમની પત્ની હતી, જેને મોહતસીમ ખાન અને ફરીદ શેખ તરીકે જાણીતો હતો. મોહતસિમ ખાન બદાયુના ગવર્નર કુતુબુદિન કોકાનો દીકરો હતો.

History of the ruined palace just 170 km from the Taj Mahal

કબર ફતેહપુર સિકરીમાં સમ્રાટના કિલ્લાની અંદર બનાવવામાં આવી

ઇતિહાસકારોનું કહેવું છે કે કુતુબુદિન કોકા મુઘલ બાદશાહ જાહાંગીરનો સાવકો ભાઈ હતો. એવુ પણ કહેવામાં આવે છે કે તે સમ્રાટનો સચિવ પણ હતો. અને બાદમાં બંગાળ પ્રાંતનો ગવર્નર પણ બન્યો હતો. આ વાતથી અંદાજ લગાવી શકાય કે શાહી પરિવાર સાથે તેના કેવા ગાઢ સંબંધ રહ્યા હશે. કોકા પણ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તે એક સૂફી સંત શેખ સલીમ ચિશ્તીનો પૌત્ર હતો. ચિશ્તી એ સંત છે જેની કબર ફતેહપુર સિકરીમાં સમ્રાટના કિલ્લાની અંદર બનાવવામાં આવી હતી.

હસનની દીકરીના લગ્ન કોકાના પુત્ર સાથે થયાં હતા
સલીમ ચિશ્તીની દીકરીએ જહાંગીરને માતાની જેમ ઉછેરી મોટો કર્યો હતો. આથી જ જહાંગીર અને કોકાના ગાઢ સબંધ રહ્યા હશે. એવુ પણ કહેવાય છે કે શેખુપૂર ગામનું નામ પણ જહાંગીરના બાળપણના નામ શેખું પરથી રાખવામાં આવ્યું છે. બદાયુની આ કબરની કહાની કુતુબુદિન કોકાની પુત્રવધુ પરવર ખાનમની છે. પરવર ખાનમ એક શક્તિશાળી મુઘલોના પૈસાદાર વ્યક્તિ અબુલ હસન જેને આસફ ખાનથી ઓળખવામાં આવે છે તેની દીકરી હતી. હસનની દીકરીના લગ્ન કોકાના પુત્ર સાથે થયાં હતા. જે મુઘલ કુલીન વર્ગના બે પ્રભાવશાળી પરિવારો વચ્ચેનો સબંધ દર્શાવે છે. પરવરની એક બહેન અર્જુમંદ બાનો બેગમ હતી, જેના નિકાહ જહાંગીરના દિકરા રાજકુમાર ખુર્રમ સાથે થયા હતા.ઓરમઝેબ પરવર ખાનમનો ભત્રીજો હતો. પરવર ખાનમના નિકાહ એક શક્તિશાળી કુલીન પરિવારમાં થયા હતા. પરંતુ તેની બહેન મુમતાજના લગ્ન હિન્દુસ્તાનના ભાવી સમ્રાટ સાથે થયા, આજ કારણ છે કે પરવરની કબર એક નાના એવા ગામમાં છે, જ્યાં કોઈ મુલાકાત લેવા જતું નથી અને તેની બહેન મુમતાજની કબર એટલે કે  તાજ મહેલ જોવા દૂર દૂરથી લોકો આવે છે. તાજ મહેલ આજે વૈશ્વિક ધરોહર પણ છે.

Visiting Taj Mahal just got expensive!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ