બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Hirasar airport can be started in this period

સુવિધા / સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ, હીરાસર એરપોર્ટ આ સમયગાળામાં થઈ શકે શરૂ, PM મોદીના હસ્તે થઈ શકે લોકાર્પણ

Vishal Khamar

Last Updated: 10:40 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ હિસાસર એરપોર્ટનાં લોકાર્પણની લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લોકાર્પણની તારીખ નક્કી કરવા માટે એરપોર્ટ ઓર્થોરિટીનાં અધિકારીઓએ દિલ્હીમાં ધામાં નાંખ્યા છે.

  • PM નરેન્દ્ર મોદી એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે
  • ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર થાય તેવી શક્યતા
  • એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓના દિલ્લીમાં ધામા

રાજકોટનાં હિરાસર એરપોર્ટનું જુલાઈનાં અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં એરપોર્ટ શરૂ થઈ શકે છે. ત્યારે વડાપ્રધાન એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર થાય તેવી શક્યતા છે. તેમજ રન-વે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી પુરી કરાઈ છે. ત્યારે એરપોર્ટ ઓર્થોરિટીનાં અધિકારીઓનાં દિલ્હીમાં ધામા છે. 

જુલાઈ અથવા ઓગષ્ટ મહિનામાં એરપોર્ટનું ઉદ્ધાટન થાય તેવી સંભાવના
મળતી માહિતી મુજબ હિરાસર એરપોર્ટનાં ઉદ્ધાટન માટેનાં દિવસની તારીખ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે જુલાઈ અથવા ઓગષ્ટ મહિનામાં એરપોર્ટનું ઉદ્ધાટન થાય તેવી સંભાવના છે. ત્યારે એરપોર્ટની કામગીરી હાલ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. તેમજ રન-વે, ટેક્સી-વે, આઈસોલેશન, ફાયર સ્ટેશનની કામગીરી પૂર્ણતાનાં આરે છે.  

થોડા દિવસ પહેલા કલેક્ટરે હિરાસર એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરી હતી
થોડા સમય અગાઉ કલેક્ટર દ્વારા હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે. કન્સ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના હારે છે. ૩૦૪૦ x ૪૫ મી. રનવે ,એપ્રોન , ટેક્સી વે,  બોક્સ કલવર્ટ , આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ચૂકી છે આ સાથે એ.જી.એલ સબ સ્ટેશન સો ટકા , ગ્રેડિંગ સો ટકા, ઇન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયેલ છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ ૯૫ ટકા પૂર્ણ થયેલ છે. પવન ચક્કીઓ સાત પૈકી ૬ શિફ્ટ થઈ ગયેલ છે. મેઇન એપ્રોચ રોડ પૂર્ણતાના આરે છે. એપ્રોચ રોડ પર પ્લાન્ટેશન કરવામા આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Launch hirasar airport rajkot કામગીરી પૂર્ણ રાજકોટ વડાપ્રધાન rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ