ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / high Sugar drinks can lead you to baldness and hairfall, stay alert before drinking it

તમારા કામનું / નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે? તાત્કાલિક આ ડ્રિંક્સનું સેવન બંધ કરો

Published By: Vaidehi

Last Updated: 04:07 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ આ ડ્રિંક્સ વારંવાર પીવો છો તો ચેતી જજો નહીંતર યુવાનીમાં જ તમારા વાળ ખરવા માંડશે અને ટાલ પડી જશે.

ADVERTISEMENT

  • આજકાલ નાની ઉંમરમાં જ ટાલ પડવા લાગે છે
  • રિસર્ચ અનુસાર ખાણી-પીણી બગડવાની અસર શરીર પર થાય છે
  • કેટલાક ડ્રિંક્સ પીવાની સીધી અસર તમારા વાળની ક્વોલિટી પર થાય છે

દરેક વ્યક્તિ પોતાના વાળ કાળા અને ઘટાદાર રહે તેવું ઈચ્છે છે. પણ ઉંમર વધવાને લીધે અથવા તો ખોટી ખાણી-પીણીને લીધે વાળ ખરવા લાગે છે અને ઘણી વખત નાની ઉંમરમાં જ ટાલ પડી જતી હોય છે.સમય જતાં જો તમે વાળનું ધ્યાન નથી રાખતાં તો ખાસ કરીને પુરુષોમાં યુવાનીમાં ટાલ પડી જાય છે. 

આ ડ્રિંક્સ પીતાં પહેતાં સાવધાન
જો તમે શુગરયુક્ત ડ્રિંક્સ પીવો છો તો તમને મોટું નુક્સાન થઈ શકે છે. સોડા, કોલ્ડ ડ્રિંક, શુગરી પેક્ડ જ્યૂસ વગેરે પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. જે નાની ઉંમરમાં જ તમારા વાળ અને મોઢા પર દેખાઈ આવે છે.આ પ્રકારનાં ડ્રિંક્સનું સેવન કરવાથી તમે યુવાઅવસ્થામાં જ ટાલનો શિકાર બની શકો છો.

શુગરી ડ્રિંક્સ હાનિકારક
વધુ માત્રામાં શુગરનું સેવન સીરમ ગ્લૂકોઝનું નિર્માણ કરે છે જે ઓવર એક્ટિવ પોલીઓલ પાથવે બનાવે છે. આ પાથવે એટલે કે માર્ગ શરીરમાં એ જગ્યા તરીકે ઓળખાય છે કે જ્યાં સમયજતાં ગ્લૂકોઝ ફ્રૂક્ટોઝ બની જાય છે.  આવી સ્થિતિમાં તમને ડાયાબિટીઝ થઈ શકે છે. 

વાંચવા જેવું: સીધા વાળના ચક્કરમાં ક્યાંક કેન્સરના થઈ જાય! હેર સ્ટ્રેટનિંગ કરવું બની શકે છે જીવલેણ, જાણો કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી

ટાલ પડવાની શરૂઆત
રિસર્ચમાં ખુલાસો થયો છે કે શરીરમાં વધારે પડતાં એક્ટિવ પાથવેનાં લીધે વાળ પણ ખરવા લાગે છે. હાઈ ફેટ પ્રોડક્ટમાં શુગરની માત્રા વધારે હોય છે જે તમારા વાળનાં સ્વાસ્થ્યને બગાડે છે.જેના કારણે હેયરલોસ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જે ધીમે-ધીમે તમારા માથે ટાલ પાડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Baldness health tips ટાલ પડવું હેલ્થ ટિપ્સ hairfall reason

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ