બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat માં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યા ખાડા અને ખાડામાં પાણી
Last Updated: 03:02 PM, 6 July 2025
Gujarat Rain : જસદણમાં વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી ભરાઇ ગયા હતા. નવા બસ સ્ટેન્ડ, મોતી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. DSVK સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
જસદણમાં ભારે વરસાદ
જસદણમાં વરસાદને કારણે બજારમાં પાણી ભરાયા હતા. નવા બસ સ્ટેન્ડ, મોતી ચોક સહિત વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. વેપારીઓની વારંવાર તંત્રને રજૂઆત છતા કાર્યવાહીકરવામાં આવી નથી. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં વરસાદ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. રાજકોટના દક્ષિણ વિસ્તારોમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ત્રણ દિવસના વિરામ બાદ ફરી રાજકોટમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ
મહેસાણા જિલ્લામાં વહેલી સવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હીરાનગર, નાગલપુર, મોઢેરા રોડ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે.
ADVERTISEMENT
ડાંગમાં પણ ભારે વરસાદ
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જિલ્લાની ચાર નદીઓમાં પૂરની સ્થિતી સર્જાઇ હતી. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે થઇ હતી. જિલ્લાની મહત્વની નદીઓ ગાંડીતુર બની છે. વઘઈમાં 1.31 ઇંચ અને સુબીર 2.82 ઇંચ વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભયાનક પૂરથી 15 બાળકો સહિત 50 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
અંબાજીના દાંતામાં વરસાદ
ADVERTISEMENT
અંબાજીના દાંતા તાલુકાના આંબાઘાટામાં ફરી ભેખડો ધસી પડી હતી. અંબાજી તરફ અવર-જવર કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર પથ્થરો ધસી આવતા અકસ્માત થવાની સંભાવના છે. તંત્ર દ્વારા હજુ પણ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. એક મહિનામાં બીજી વખત બની ભેખડ ધસવાની ઘટના બની છે.
નવસારીમાં જળબંબાકાર
નવસારી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. ગણદેવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અંબિકા નદી જળ સપાટીમાં વધારો થયો હતો. ગણદેવી-ધમડાછા ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા
નવસારીમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. વનગંગા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. નવસારીમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. વનગંગા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઇ ચુક્યાં છે. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાય છે. ડ્રેનેજ લાઇનમાં ચોકઅપ અને દીવાલ પાણી નિકાલનો અવરોધ પેદા કરે છે. મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ
નવસારી શહેરમાં પડેલા વરસાદના કારણે વનગંગા પાણી ભરાયા શહેરમાં આવેલી વનગંગા સોસાયટીમાં પાણી ભરાતા રહીશો પરેશાન ડ્રેનેજ લાઈન ચોકઅપ અને દીવાલ બનતા અવરોધ ઉભો થવાને કારણે પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાનમહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો
નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મંકોડિયા, ધાનેરા પોઇન્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્ણા નદી કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે. નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદામાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણી આવક થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.