બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / VTV વિશેષ / સુરત / heart touching story kinnar adopt orphan child in surat

પ્રેરણા / આનાથી સારી દિવાળી કોની હોઈ શકે? જે દીકરીને મા-બાપે તરછોડી તેને મળી કિન્નરોની છાયા

Kavan

Last Updated: 10:41 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક માટે જિંદગી સામાન્ય નથી હોતી, કેટલાક લોકો સામે જિદગી એવા સવાલ લઈને આવી હોય છે કે તેનો ક્યો જવાબ સાચો એ શોધવામાં જ ઉંમર પસાર થઈ જાય છે પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે. જે જિંદગીને સામો સવાલ કરીને અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખતા હોય છે.

  • માતા ગુમાવી ચકેલ બાળકીનો કિન્નરે કર્યો ઉછેર
  • દાપૂ ઉઘરાવી બાળકીનો ઉઠાવ્યો તમામ ખર્ચ 

કેટલાક કિન્નરો સાથે સાથે એક યુવતી અને એક બાળકી વિશે જાણીને એ નવાઈ લાગશે કે અહે કોઈના ઘેર કિન્નરોની વધામણી નથી કે નથી ઉત્સવની ઉજવણી. હકીકતમાં આ ઘર કિન્નરોનું જ છે અને સફેદ પોશાકમા દેખાતી યુવતી અને આ બાળક પણ કિન્નરોનું જ છે. 

માતાના અવસાન બાદ કિન્નરોએ બાળકીનું કર્યું પાલન પોષણ 

તમને થોડી નવાઈ લાગશે કે કિન્નરોને વળી સંતાનો? પરંતુ વાત સાચી છે. સફેદ ડ્રેસમાં આપ જોઈ રહ્યા છો તે યુવતીનું નામ સંગીતા છે. સંગીતા જ્યારે નાની હતી ત્યારે તેની માતનું અવસાન થઈ ગયું હતું. તેની પાલનપોષણ કરનારું કોઈ ન હતું. આ સંજોગોમાં  પાયલકુંવર નામના એક કિન્નરે તેના પાલન પોષણની જવાબદારી ઉપાડી લીધી ત્યારથી માંડી આજ સુધી સંગીતાનું પાલન પોષણ આ કિન્નર સમાજ જ કરી રહ્યો છે અને સંગીતાને પણ આ પાલક માતાની એવી તો માયા લાગી ગઈ છે કે તે તેમને છોડીને ક્યાંય જવા માગતી નથી.

દાપૂ ઉઘરાવી સંગીતાનો ખર્ચ ઉઠાવે છે કિન્નર

સંગીતાને પાયલકુંવર નામના નવા પાલક  મળી ગયા છે. પાયલકુંવર સંગીતાને દિલ્હીથી સુરત લઈ આવ્યા અને સુરતમાં તેનું ભણતર અને ગણતર શરૂ કરાયું, અન્ય બાળકોની જેમ જ સંગીતાએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. પાયલકુંવર સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને દાપૂ ઉઘરાવી ને જીવન નિર્વાહ કરે છે. 

દાપૂ ઉઘરાવી જે રકમ મળે તેમાંથી પોતાના ઉપરાંત સાથી ઓના જીવન નિર્વાહ ની સાથે સાથે સંગીતાનો ઉછેર કરી રહી છે અને તેના માતા અને પિતાની બેવડી ફરજ અદા કરે છે. એટલું જ નહીં પાયલ કુંવરે એક અન્ય સંતાન પણ દત્તક લીધું છે. 

 

સમાજને ચિધ્યો રાહ 

જો કે આ વાત આપણે સમજીએ એટલી સરળ ન હતી અને નથી, કિન્નરો સમાજનો એક ભાગ છે પણ મોટા ભાગે સમાજ તેને પોતાના હિસ્સા તરીકે સ્વીકારતો નથી જેના કારણે સમાજનો તેઓ એક અછૂત વર્ગ બની રહે છે, જોકે પાયલકુંવર દ્વારા આ બાબતને ગણકાર્યા વીના સંગીતાનો ઉછેર કર્યો છે. તેમની આ સેવા સમાજને પોતાને નવી નજરે જોવાનું કહી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ