બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / health tips for eye protection eat nutritious foods rich in vitamins antioxidants

Health Tips / આંખોની રોશની વધારવી છે? તો અપનાવો આ 5 ટિપ્સ, મળશે ચશ્મા પહેરવાથી પણ છૂટકારો

Arohi

Last Updated: 09:22 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips For Eye Protection: આંખ શરીરનું ખૂબ જ નાજુક અંગ છે. આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ભોજનના કારણે ઓછી ઉંમરમાં જ આંખો નબળી થઈ જાય છે.

  • આંખ શરીરનું ખૂબ જ નાજુક અંગ 
  • આંખોની રોશની વધારવા અપનાવો આ ટિપ્સ 
  • ચશ્મા પણ નહીં પહેરવા પડે 

આંખ શરીરના સૌથી નાજુક અંગોમાંથી એક છે. તેનાથી આપણે આખી દુનિયાને જોઈ શકીએ છીએ. જો આંખ ન હોય તો આપણે કંઈ ન જોઈ શકીએ. માટે તે ખૂબ જ જરૂરી છે કે આપણે પોતાની આંખને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખીએ. વધતી ઉંમરની સાથે આંખોની રોશની ઓછી થઈ જાય છે.  

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ભોજનના કારણે ઓછી ઉંમરમાં જ આંખો નબળી થઈ જાય છે. આટલું જ નહીં નાની ઉંમરમાં પણ લોકોને ચશ્મા આવી જાય છે. આંખોના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે જરૂરી છે કે વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને પોષણથી ભરપુર ફૂડ્સનું સેવન કરવામાં આવે. 

પોષણયુક્ત ભોજન કરો
એક રિપોર્ટ અનુસાર આંખને હેલ્ધી રાખવા માટે હેલ્ધી અને પોષણ યુક્ત ફૂડ્સનું સેવન કરવું જોઈએ. તેના માટે લ્યુટિન, ઝિંક, વિટામિન C, વિટામિન A અને એન્ટીઓક્સીડેન્ડથી ભરપુર ફૂડ્સનું સેવન કરવું જોઈએ. 

તેના માટે લીલ શાકભાજી, પાલક, ગાજર, કેળા, નટ્સ, સંતરા, દાડમ જેવા ફૂડ્સને ડાયેટમાં શામેલ કરવા જોઈએ. જો તમે માંસાહારી છો તો સેલ્મન માછલી, ઈંડા, ટૂના માછલીનું સેવન કરી શકો છો. 

ચશ્મા લગાવો 
જો તમે ક્યાંક તડકામાં બહાર નિકળી રહ્યા છો તો સન ગ્લાસ જરૂર લગાવો. તેનાથી તાપ, ધૂળ વગેરેથી આંખની સુરક્ષા થઈ શકે છે. આ તમારૂ આંખોને બહારના બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે. તેના માટે તમે પણ ચશ્મા જરૂર લગાવો. 

સ્મોકિંગ છોડો 
જો તમે સ્મોકિંગ કરો છો તો તરત તેને છોડી દેવું જોઈએ. આ આંખના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્મોકિંગ તમારા નર્વસને નુકસાન પહોંચાડે છે. માટે સ્મોકિંગ છોડી દો. 

આઈ પ્રોટેક્શનનું રાખો ધ્યાન 
કોઈ પણ રમત કે અન્ય જગ્યા પર સેફ્ટીનું જરૂર ધ્યાન રાખો. તેના માટે જ્યારે તમે હોકી, ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમવા જોઓ તો હેલમેટ જરૂર લગાવો. સાથે જ બાઈકમાં પણ હેલમેટ જરૂર લગાવો. 

કોમ્પ્યુટર સ્ક્રીનથી રહો દૂર 
જો તમે ખૂબ વધારે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે રહો છો તો આ તમારી આંખોના માટે નુકસાનકારક છે. તેનાથી રોશની ઓછી થાય છે. જેના લીધે ધીરે ધીરે જોવામાં તકલીફ પડવા લાગે છે. માટે તમે કોમ્પ્યુટરની સામે બને તેટલો ઓછો સમય પસાર કરો જો તમારે કામ વધારે હોય છે તો ડોક્ટરની સલાહથી ચશ્માનો ઉપયોગ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ