બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Head and Warner put on 21 runs off just two balls, the most thrilling opening of a World Cup

World Cup 2023 / ગજબ બેટિંગ! હેડ અને વોર્નરે બે જ બોલમાં બનાવ્યા 21 રન, વર્લ્ડકપની સૌથી રોમાંચક શરૂઆત

Megha

Last Updated: 07:15 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડ કપની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે શાનદાર પારી રમી હતી.

  • વર્લ્ડ કપની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું 
  • ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો 
  • ઓસ્ટ્રેલીયાના બેટ્સમેને 2 બોલ પર કુલ 21 રન બનાવ્યા

વર્લ્ડ કપની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની આ બીજી હાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ચોથી જીત છે. હવે પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ લગભગ સરખી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 388 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડ માત્ર 383 રન બનાવી શકી અને મેચ નજીકના અંતરથી હારી ગઈ.

ક્રિકેટ વર્લ્ડ કપની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે શાનદાર રમત રમી હતી. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા જેમાં સાત છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ હતા.જ્યારે ડેવિડ વોર્નરે 65 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. વોર્નર-હેડે પ્રથમ વિકેટ માટે 19.1 ઓવરમાં 175 રન જોડ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની જ્યારે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા. આ ઘટના ત્રીજી ઓવરમાં બની હતી. થયું એવું કે એ ઓવરમાં ડેવિડ વોર્નરે મેટ હેનરીના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી હેનરીએ નો-બોલ નાખ્યો જેના પર એક રન થયો. 

ત્યારબાદ હેડે ફ્રી-હિટ બોલ પર સિક્સર ફટકારી હતી, જોકે તે દરમિયાન પણ હેનરી ઓવરસ્ટેપ થઈ ગયો હતો.પછી હેનરીએ ફેંકેલા આગલા ફ્રી-હિટ બોલ પર હેડે પણ સિક્સર ફટકારી. એટલે કે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમે 49.2 ઓવરમાં 388 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ