બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Has mess been blacked out Follow this trick will be shiny soon you pinch

ઉપાય / વાસણ કાળા ડિબાંગ થઈ ગયા છે? આ ટ્રિક અપનાવો ચપટી વગાડતા જ થઈ જશે ચકાચક

Ajit Jadeja

Last Updated: 11:23 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળા અને બળેલા તવાને ચમકાવવા માટે તમે ખાવાના સોડાની મદદ લઈ શકો છો

તમારી રસોઇમાં જો વાસણો ચમકતા હોય તો તમને ગમે છે. પણ જો ખાવાનું બનાવતા આ વાસણો બળી જાય છે તો તેને સાફ કરવાનું કામ તમારા માટે ઘણું મુશ્કેલ હોય છે. તમે તેને ઘસીને થાકી જાવ છો. આ સમયે અમે આપને માટે એવી કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે તમારી મદદ કરી શકે છે. આ ચીજો તમને તમારી રસોઇમાં સરળતાથી મળી રહે છે

તપેલીમાં જામી જાય છે તેલનું પડ

ગૃહિણીઓની સૌથી મોટી સમસ્યા અત્યારે વાસણોને લઇને હોય છે. રસોઇ બનાવ્યા પછી વાસણો કાળા થઇ જવા અને તેલ જામી જવું તેને લઇને ગૃહિણીઓ ભારે પરેશાન બને છે અને સાફ કરવામાં ઘણી મહેનત છતાં વાસણો કાળા જ રહે છે. લોખંડની તપેલી કાળી થઈ ગઈ હોય અથવા તેમાં તેલનું પડ જમા થઈ ગયું હોય તેને પળવારમાં આ પદ્ધતિઓથી સાફ કરો.

વાસણ ખૂબ ગંદા થઇ જાય છે

લોખંડની તપેલીમાં બનાવવામાં આવેલા ખોરાકનો સ્વાદ સાવ અલગ હોય છે. તેમાં બનતું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. પરંતુ આ તપેલી ખૂબ જ ઝડપથી ગંદી અને કાળી થઈ જાય છે. જેના કારણે તેમાં રાંધેલા ખોરાકનો રંગ પણ કાળો થઈ જાય છે અથવા શાકભાજી વગેરે બળવા લાગે છે. આનાથી બચવા માટે તમારી લોખંડની તપેલીનું સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેને સાફ કરવું ખૂબ મુશ્કેલ છે.

કાળા ચીકણા તવાને સરળતાથી કરો સાફ

પહેલાના સમયમાં લોકો ઈંટો અને રાખની મદદથી કલાકો સુધી તેને સાફ કરતા હતા, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. આ વ્યસ્ત જીવનમાં વાસણોને આ રીતે સાફ કરીને સાફ કરવામાં સમય બગાડવાનો સમય કોઈની પાસે નથી. ગૃહિણીઓ પણ વર્કિંગ વુમન બની ગઈ છે, તેથી તેઓ પણ પોતાનું કામ ઝડપથી અને સરળતાથી કરવાનો પ્રયાસ કરે છે. અમે તમને કેટલીક સરળ રીતો વિશે જણાવીશું જે તમને બળી ગયેલી, કાળા અને ચીકણા લોખંડના તવાને સરળતાથી ચમકાવવામાં મદદ કરશે.

ખાવાનો સોડા પાવડર

કાળા અને બળેલા તવાને ચમકાવવા માટે તમે ખાવાના સોડા ની મદદ લઈ શકો છો. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી તમારી કડાઇ સારી રીતે સાફ થઇ જશે અને નવી હોય તેવી લાગશે. આ માટે સૌથી પહેલા અડધા ઉકળતા પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરો. આ પછી તેમાં મીઠું નાખીને 5 મિનિટ ઉકાળો. હવે આ પાણીને કડાઇમાં નાખીને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આ પછી વાસણોને સ્ક્રબરથી સાફ કરો.

લીંબુ

લીંબુના ઉપયોગથી લોખંડના વાસણો સાફ કરવાનો સૌથી સરળ, જુનો અને સારો ઉપાય છે.આ માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં 2 ગ્લાસ પાણી ગરમ કરો. આ પછી તેમાં 3 થી 4 ચમચી લીંબુનો રસ, 2 ચમચી વોશિંગ પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરો. મધ્યમ તાપ રાખો અને ઉકળે ત્યા સુધી ગરમ કરતા રહો. ગેસ બંધ કર્યા પછી તમે પાંચ મીનિટ રાહ જુો તમારી કાળી તપેલી સાફ થઇ ચળકવા લાગશે.

આ પણ વાંચોઃ એલ્યુમિનિયમ કોયલમાં પેક થયેલું જમવાનું જમતા હોય તો આટલું જરૂરથી જાણી લેજો, એક્સપર્ટની સોનેરી સલાહ

કપડા ધોવાનો પાવડર

કાળી અને ગંદી થઇ  ગયેલી કડાઇને તમે કપડા ધોવાના પાવડરથી પણ ચમકાવી શકોછો. ગરમ પાણીમાં ડિટર્જન્ટ અને ખાવાનો સોડા મિક્સ કરો. આ પાણીને કડાઇમાં રેડો અને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ માટે રહેવા દો. જ્યારે આ પાણી આછું કાળું થવા લાગે તો તેને સ્ક્રબર અથવા તારવાળા વાયરથી ધોવા લાગો. તેનાથી તવાની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Cleaning utensils Cooking housewives કિંચન ટીપ્સ ખાવાના સોડા રસોઇ વાસણ ચમકાવવાની ટ્રિક kitchen tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ